Not Set/ DCP મને જાનથી મારવાની ધમકી મત દો: હાર્દિક પટેલે ડીસીપી પર કર્યો આક્ષેપ

અમદાવાદ: એસજીવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ ઘરે જતાં સમયે ‘પાસ’ના નેતા હાર્દિક પટેલે  DCP (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ) સામે મારી નાખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. હાર્દિકે હોસ્પિટલમાંથી બહાર નીકળતા સમયે DCP રાઠોડને એવું કહેતા સાંભળતો જોવા મળ્યો હતો કે, ‘ડીસીપી મને જાનથી મારવાની ધમકી મત દો,’ ‘હોસ્પિટલમાંથી ઘરે જઈ રહ્યો છું, નબળો નથી,’ […]

Top Stories Ahmedabad Gujarat Trending Politics
DCP Don't threatens to kill me: Hardik Patel blames on DCP

અમદાવાદ: એસજીવીપી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ ઘરે જતાં સમયે ‘પાસ’ના નેતા હાર્દિક પટેલે  DCP (ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ) સામે મારી નાખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો. હાર્દિકે હોસ્પિટલમાંથી બહાર નીકળતા સમયે DCP રાઠોડને એવું કહેતા સાંભળતો જોવા મળ્યો હતો કે, ‘ડીસીપી મને જાનથી મારવાની ધમકી મત દો,’

‘હોસ્પિટલમાંથી ઘરે જઈ રહ્યો છું, નબળો નથી,’ હાર્દિકને ડિસ્ચાર્જ કરાયો

સતત ઉપવાસ બાદ હાલ એસજીવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હાર્દિક પટેલને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો છે. બીજી તરફ હાર્દિક ઉપવાસ છાવણીમાં પરત ફરવાને લઈને પાટીદાર સંસ્થાઓના આગેવાનોએ સરકારનો સંપર્ક કર્યો છે. સંસ્થાના આગેવાનોએ સરકારને વિનંતી કરી છે કે હાર્દિકની વિવિધ માંગણીઓને લઈને તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. હાર્દિકના ઉપવાસને ઈને સંસ્થાઓ ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે.

હાર્દિકે કર્યું ટ્વિટ, અમે નબળા નથી

“આમરણાંત ઉપવાસના 16માં દિવસે હોસ્પિટલમાંથી રજા લઈને મારા ઘરે જઈ રહ્યો છું. ખેડૂતોની દેવા માફી અને સમાજીક ન્યાય માટે આજે ઉપવાસ આંદોલનના 16માં દિવસે આખા રાજ્યમાં ઉપવાસ અને જનસભાઓ થઈ રહી છે. સંપૂર્ણ લોકક્રાંતિનું આહવાન થઈ ગયું છે. અમે નબળા નથી.”

હાર્દિકના ઘરે ઉપવાસની તૈયારી

હાર્દિકના ઘરે ગ્રીનવુડ રિસોર્ટ ખાતે ઉપવાસ માટે લગાવવામાં આવેલો મંડપનો સામાન ઉતારી લેવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉપવાસ છાવણી મોટી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

હાર્દિકના અનશનનો 16મો દિવસ

આજે હાર્દિક પટેલના અનશનનો 16મો દિવસ છે. પાસ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે હોસ્પિટલમાં દાખલ હોવા છતાં હાર્દિક અનશન કરી રહ્યો છે. તેણે 16 દિવસથી અન્નનો એક પણ દાણો મોઢામાં નથી નાખ્યો.