Not Set/ બે બાળકોના મોત બાદ ભૂવાઓ નહીં આપે બીમાર બાળકોને ડામ, આરોગ્ય વિભાગની મીટીંગમાં અપાઇ સમજ

બનાસકાંઠા, બનાસકાંઠાના દિયોદર આરોગ્ય વિભાગે પહેલીવાર ભુવાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં અંધશ્રદ્ધા ન ફેલામાં માટે બોલવામાં આવી હતી. હાલમાં જ લાખણી તાલુકામાં નાની બાળકીને ડામ આપવાની બનેલી ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યુ છે. જણાવીએ કે ડામ આપવાની બાળકીનું મોત નીપજ્યું હતું. પ્રજામાં પ્રજામાં જાગૃતિ લાવવા માટે જિલ્લાભરમાં દરેક તાલુકા હેલ્થ અધિકારી […]

Top Stories Gujarat Others
dsgvgdfv 11 બે બાળકોના મોત બાદ ભૂવાઓ નહીં આપે બીમાર બાળકોને ડામ, આરોગ્ય વિભાગની મીટીંગમાં અપાઇ સમજ

બનાસકાંઠા,

બનાસકાંઠાના દિયોદર આરોગ્ય વિભાગે પહેલીવાર ભુવાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં અંધશ્રદ્ધા ન ફેલામાં માટે બોલવામાં આવી હતી. હાલમાં જ લાખણી તાલુકામાં નાની બાળકીને ડામ આપવાની બનેલી ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યુ છે. જણાવીએ કે ડામ આપવાની બાળકીનું મોત નીપજ્યું હતું.

પ્રજામાં પ્રજામાં જાગૃતિ લાવવા માટે જિલ્લાભરમાં દરેક તાલુકા હેલ્થ અધિકારી દ્વારા જનજાગૃતિ અભિયાન શરૂ કરાયુ છે.જણાવીએ કે આ બેઠક એટલા માટે બોલવામાં આવી હતી કે લોકો વહેમ અંધશ્રધ્ધામાં દોરવાઇને બીમારીમાં યોગ્ય સારવાર કરાવે.

ઉલ્લેખનીય છે કે મળેલી આ બેઠકમાં બનાસકાંઠાના દિયોદર તાલુકાના આસપાસના ગામોના ભુવા ખુબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.મહત્વનું છે આ બેઠક થયેલ ચર્ચા બાદ ભુવાઓ દ્રારા કહેવમાં આવ્યું છે કે તેઓ જન કલ્યાણ માટે લોકોને અંધશ્રધ્ધાથી દૂર રાખશે.

બનાસકાંઠામાં બનેલી ઘટનાએ એકવાર ફરી ગુજરાતમાં અંધશ્રદ્ધાનો ભૂત જીવંત હોવાનુ સાબિત કર્યુ છે. લાખણી તાલુકાનાં ગણતા ગામે સાત માસની બાળકીને ડામ આપવામાં આવ્યા હતા. સૌથી ચોંકાવનારી બાબત એ હતી કે, અહી બાળકીનાં માતા-પિતા જ તેના દુશ્મન બન્યા હતા. સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો, બાળકીને કબજિયાત રહેતી હોવાથી માતા-પિતાએ તેને ડોક્ટર પાસે નહી પણ એક ધૂતારા પાસે લઇ જવાનુ પસંદ કર્યુ હતુ. જ્યા આ બાળકીનાં શરીર પર ડામ આપવામાં આવ્યા હતા. ડામ અપાયા બાદ બાળકીની તબિયત વધુ લથડતા તેને સારવાર માટે ડીસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું.