Not Set/ ગુજરાત/ દરરોજ એક દુષ્કર્મ અને 3 છેડતીની ઘટના બને છે

રાજ્યના ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ વર્ષ 2014 પછી ગુજરાતમાં દરરોજ એક દુષ્કર્મ અને 3 છેડતીની ઘટના બને છે. આ આંકડા ફરિયાદ નોંધાતા બહાર આવ્યા છે. બીજા એવા કેટલા કિસ્સા હશે જેમાં પીડિતાએ ફરિયાદ જ નોંધાવી નહીં હોય. આ આંકડા બીજું તો કઈ નહિ પણ દેશમાં ‘ગુજરાત મોડેલ’ ની હાંસી જ ઉડાવી રહ્યા છે. “સૌનો […]

Top Stories Gujarat Others
rape 5 ગુજરાત/ દરરોજ એક દુષ્કર્મ અને 3 છેડતીની ઘટના બને છે

રાજ્યના ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ વર્ષ 2014 પછી ગુજરાતમાં દરરોજ એક દુષ્કર્મ અને 3 છેડતીની ઘટના બને છે. આ આંકડા ફરિયાદ નોંધાતા બહાર આવ્યા છે. બીજા એવા કેટલા કિસ્સા હશે જેમાં પીડિતાએ ફરિયાદ જ નોંધાવી નહીં હોય. આ આંકડા બીજું તો કઈ નહિ પણ દેશમાં ‘ગુજરાત મોડેલ’ ની હાંસી જ ઉડાવી રહ્યા છે. “સૌનો સાથ સૌનો વિકાસ’ શુ આ વિકાસ છે..? કયા ગયાં બેટી બચાવો બેટી પઢાંવોના નારા..? શું આવી રીતે બેટી બચશે ..?

વર્ષ 2014માં ગુજરાતમાં 424 દુષ્કર્મના કેસ નોંધાયા હતા. જેની સામે 2018માં 6 જ વર્ષમાં આ આંકડો ઘટવાની જગ્યાએ વધીને 572 થઈ ગયો. જ્યારે  ચાલું વર્ષ 2019માં સપ્ટેમ્બર મહિના સુધીમાં રાજ્યમાં 400 દુષ્કર્મની ઘટના નોંધાઈ છે. જ્યારે ગત વર્ષે સપ્ટેમ્બર સુધીમાં 447 જેટલી આવી ઘટના નોંધાઈ હતી.

rape minor.jpg3 e1569521678117 ગુજરાત/ દરરોજ એક દુષ્કર્મ અને 3 છેડતીની ઘટના બને છે

વર્ષ 2014થી સપ્ટેમ્બર 2019 દરમિયાન રાજ્યમાં દુષ્કર્મના કુલ મળીને 2775 કેસ નોંધાયા છે. જ્યારે વર્ષ 2015થી સપ્ટેમ્બર 2019 સુધી રાજ્યના ચાર મુખ્ય શહેરો પૈકી સૌથી વધુ 291 દુષ્કર્મના કેસ અમદાવાદમાં નોંધાયા છે. વર્ષ 2015માં અમદાવાદમાં દુષ્કર્મના 45 કેસ નોંધાયા હતા. જે વર્ષ 2018માં વધીને 70 પહોંચી ગયા હતા.

rape minor.jpg6 ગુજરાત/ દરરોજ એક દુષ્કર્મ અને 3 છેડતીની ઘટના બને છે

જ્યારે આ વર્ષે સપ્ટેમ્બર 2019 સુધીમાં અમદાવાદમાં કુલ 54 દુષ્કર્મના કેસ નોંધાઈ ગયા છે. જે બાદ રાજ્યમાં બીજા નંબરે સુરત આવ છે. જ્યાં વર્ષ 2015થી સપ્ટેમ્બર 2019 સુધીમાં કુલ 214 જેટલા દુષ્કર્મના કેસ નોંધાયા છે.

rape full ગુજરાત/ દરરોજ એક દુષ્કર્મ અને 3 છેડતીની ઘટના બને છે

આ ઉપરાંત ગુજરાતમાં યુવતી અને સગીરાના હ્યુમન ટ્રાફિકિંગની ઘટના પણ સામે આવી છે. તો રાજ્યમાં 14 જેટલા એવા પણ કેસ નોંધાયા છે જેમાં વિદેશથી યુવતીઓને દેહવ્યાપાર માટે લાવવામાં આવી હોય. વર્ષ 2014થી સપ્ટેમ્બર 2019 સુધીમાં રાજ્યમાં કુલ 264 જેટલા ગેરકાયદે હ્યુમન ટ્રાફિકિંગના કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.