Not Set/ ગુજરાતનાં નાણાં સચિવની બદલી, જાણો ક્યાં કરવામા આવી નિમણૂંક

ગુજરાતનાં નાણાં સચિવ તરીક ફરજ બજાવી રહેલા અરવિંદ અગ્રવાલની બદલી થઇ ગઇ છે. વડોદરાનાં GSFC નાં ચેરમેન તરીકે તેમની નિમણૂંક કરવામા આવી છે. મળી રહેલી માહિતી મુજબ અરવિંદ અગ્રવાલ ગુજરાતનાં મુખ્ય સચિવની રેસમાં હતા. જો કે આ પહેલા તેઓ મોસ્ટ સિનિયર હોવાના કારણે સુત્રો જણાવી રહ્યા હતા કે તેમને ગુજરાતનાં નવા મુખ્ય સચિવ બનાવવામા આવશે, […]

Top Stories Gujarat Others
Gujarat ગુજરાતનાં નાણાં સચિવની બદલી, જાણો ક્યાં કરવામા આવી નિમણૂંક

ગુજરાતનાં નાણાં સચિવ તરીક ફરજ બજાવી રહેલા અરવિંદ અગ્રવાલની બદલી થઇ ગઇ છે. વડોદરાનાં GSFC નાં ચેરમેન તરીકે તેમની નિમણૂંક કરવામા આવી છે. મળી રહેલી માહિતી મુજબ અરવિંદ અગ્રવાલ ગુજરાતનાં મુખ્ય સચિવની રેસમાં હતા. જો કે આ પહેલા તેઓ મોસ્ટ સિનિયર હોવાના કારણે સુત્રો જણાવી રહ્યા હતા કે તેમને ગુજરાતનાં નવા મુખ્ય સચિવ બનાવવામા આવશે, પરંતુ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની દરકારને લીલી ઝંડી આપીને દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા અનિલ મૂકીમને રાજ્યનાં મુખ્ય સચિવ બનાવ્યા છે. જેના પગલે અરવિંદ અગ્રવાલને સુપર સીડ કરવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ.

આપને જણાવી દઇએ કે, એક જુનિયરનાં હાથ નીચે એક સીનિયર અધિકારી કામ ન કરી શકે એવો એક નિયમ હોવાના કારણે અરવિંદ અગ્રવાલને સચિવાલયની બહાર એટલે કે બરોડાનાં બોર્ડ નિગમનાં ચેરમેન કમ મેનિજિંગ ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. જો કે અરવિંદ અગ્રવાલની બદલી થશે તેવા સમાચાર પહેલા પણ આવ્યા હતા. જો કે હવે આ ભેદ ખુલી ગયો છે અને અરવિંદ અગ્રવાલની બદલી કરી દેવામાં આવી છે. આ કરવાની સાથે જુનિયર અને સિનિયરનો સવાલ ઉભો થશે નહી.

જણાવી દઇએ કે, જ્યારે મુખ્ય સચિવ જે.એન સિંઘ નિવૃત્ત થયા હતા ત્યારે તેવુ લાગી રહ્યુ હતુ કે અરવિંદ અગ્રવાલને હવાલો સોંપાશે પરંતુ તે ન થયુ. અગ્રવાલ છેલ્લા ઘણા દિવસોથી રજા પર ઉતરી ગયા હતા, આવતી કાલે તેઓ હાજર થશે અને તેઓ હાજર થશે એટલે તાત્કાલિક બરોડા ખાતે જઇને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશનનાં સીએમડી તરીકેનો ચાર્જ સંભાળી લેશે. કહી શકાય કે, અરવિંદ અગ્રવાલની બદલી નિશ્ચિત હતી, આજે રાજ્ય સરકારે બદલીનો ઓર્ડર પણ કરી દીધો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.