Not Set/ ભાજપ સેલ્સમેન તરીકે કામ કરાવે છે, હું ભાજપ સાથે છેડો ફાડી રહી છું: રેશ્મા પટેલ

ગાંધીનગર, રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાંથી અડધો ડઝનથી વધારે ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ હવે ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વિનર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. રેશ્મા પટેલે કહ્યું હતું કે,અપક્ષમાંથી લડવાનું થશે તો હું લડીશ, ચૂંટણીને લઇને […]

Top Stories Gujarat Others
mantavya 310 ભાજપ સેલ્સમેન તરીકે કામ કરાવે છે, હું ભાજપ સાથે છેડો ફાડી રહી છું: રેશ્મા પટેલ

ગાંધીનગર,

રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાંથી અડધો ડઝનથી વધારે ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ હવે ભાજપ નેતા અને પૂર્વ પાસ કન્વિનર રેશ્મા પટેલે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.

રેશ્મા પટેલે કહ્યું હતું કે,અપક્ષમાંથી લડવાનું થશે તો હું લડીશ, ચૂંટણીને લઇને મેં સંપર્ક અભિયાન શરૂ કર્યું છે.રેશ્મા પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સેલ્સમેન તરીકે કામ કરાવે છે. માણાવદર બેઠક પરથી હું ઉમેદવારી નોંધાવીશ. હું ભાજપ સાથે છેડો ફાડી રહી છું.

ભાજપ સાથે ગઠબંધન કરીને લડવું પડશે. સાથે મળીને લડીશું તો સારું પરિણામ આવશે. ભાજપ મહિલાઓને ટિકીટ નથી આપતું. ભાજપને હરાવવા એક થવાની જરૂર છે. ભાજપ સાથે ગઠબંધન કરીને લડવું પડશે.

રેશ્મા પટેલે કહ્યું કે, મેં પોરબંદર લોકસભામાં આવતા તમામ સરપંચને પત્ર લખ્યો છે. હું તમામ સંપર્કમાં છું. જોકે, હું ભાજપમાંથી રાજીનામું આપું છું.

તેમણે લલિત વસોયાને વિનંતી કરી હતી કે જો ભાજપને પાડવું હશે તો એક થઇને લડવું પડશે. આમ આડકતરી રીતે કોંગ્રેસનો છૂપી રીતે સાથ આપવાના અણસાર વર્તાઇ રહ્યા છે.

રેશ્મા પટેલે વધુમાં જણાવ્યું હતું કે,  મને મીડિયા પેનલિસ્ટ તરીકે કામ કરાવ્યું છે. આથી હું ભાજપ સાથેથી સત્તાવાર રીતે છેડો ફાડી રહી છું. મેં ગુજરાત પ્રદેશ અધ્યક્ષને પત્ર લખ્યો છે. અને ભાજપનો ખેસ કુરિયર દ્વારા પરત કરું છું. પત્ર પણ કુરિયર કરી કમલમ મોકલાવીશ.