Not Set/ 2 વર્ષમાં 184 સિંહોના મોત થયા, સરકારે કર્યો ખુલાસો

ગાંધીનગર, ગુજરાત અને દેશની શાન ગણાતા ગીરના સિંહોના મોત મામલે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને તેમાં પુછાયેલાં એક સવાલના જવાબમાં વનમંત્રી ગણપત વસાવાએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં કુલ 184 સિંહોના મોત થયા છે,જેમાં વર્ષ 2016માં 104 અને 2017માં 80 સિંહો મોતને ભેટ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ એશિયન સિંહોના મુદ્દે નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ […]

Top Stories
Lion family 2 વર્ષમાં 184 સિંહોના મોત થયા, સરકારે કર્યો ખુલાસો

ગાંધીનગર,

ગુજરાત અને દેશની શાન ગણાતા ગીરના સિંહોના મોત મામલે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. હાલ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને તેમાં પુછાયેલાં એક સવાલના જવાબમાં વનમંત્રી ગણપત વસાવાએ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં કુલ 184 સિંહોના મોત થયા છે,જેમાં વર્ષ 2016માં 104 અને 2017માં 80 સિંહો મોતને ભેટ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ એશિયન સિંહોના મુદ્દે નિવેદન આપ્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે સોમવારે વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર તરફથી જણાવવામાં આવ્યુ છે કે છેલ્લા બે વર્ષમાં સાસણ ગીર અભિયારણ્યમાં 189 સિંહોનું મૃત્યુ થયું છે.

તેમણે આરોપ લગાવ્યો હતો કે આ માટે વનવિભાગ જ જવાબદાર છે. સિંહોના મૃત્યૃ ઓછા ખોરાક અને પાણીના લીધે થતાં હોય છે. સિંહો માટે ત્યાંના સ્‍થાનિક રહેવાસી એવા ખેડૂતો સ્‍પેશિયલ પાણીની કુંડી બનાવે છે. પરન્તુ રાજ્ય સરકાર તરફથી કોઈ ધ્યાન આપવામાં આવતુ નથી. જો આ સ્થિતિ ચાલુ રહેશે તો ડાયનાસોરની જેમ સિંહોની જાતિ પણ લુપ્‍ત બની જશે.

*છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોત

lion at sasan gir 2 વર્ષમાં 184 સિંહોના મોત થયા, સરકારે કર્યો ખુલાસો

કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે વિધાનસભામાં જણાવ્યું હતું કે 31/12/17 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કુલ 184 સિંહોના મોત થયા છે.

*જેમાં વર્ષ 2016માં 104 અને 2017માં 80 સિંહો મોતને ભેટ્યા છે.

*આ પૈકી 39 સિંહ, 74 સિંહણ અને 71 સિંહબાળ નો સમાવેશ થાય છે.

*જે 184 સિંહો મોતને ભેટ્યા એમાં 152 સિંહોના કુદરતી મોત થયા છે. જ્યારે 32 સિંહો ના અકુદરતી મોત નિપજ્યા છે.

*152 સિંહોના કુદરતી મોત પૈકી 2016માં 92 અને 2017માં 60 સિંહો નો સમાવેશ થાય છે.

*જ્યારે અકુદરતી મોતમાં 2016માં 12 અને 2017માં 20 સિંહોનો સમાવેશ થાય છે.

108126645 56a3bfad3df78cf7727f028b 2 વર્ષમાં 184 સિંહોના મોત થયા, સરકારે કર્યો ખુલાસો

*બે વર્ષમાં 184 સિંહોના મોત થયા, સરકારે કર્યો ખુલાસો.*

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે પુછેલા સવાલના જવાબમાં વનમંત્રી ગણપત વસાવાએ જવાબ આપ્યો હતો. મંત્રી ગણપત વસાવાના જણાવ્યા પ્રમાણે, જે 184 સિંહોના મોત થયા છે. તેમાં 152 સિંહોના કુદરતી મોત થયા છે. જ્યારે 32 સિંહોના અકુદરતી મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલા સિંહોમાં 39 સિંહ, 74 સિંહણ અને 71 સિંહબાળનો સમાવેશ થાય છે.

મંત્રી ગણપત વસાવાના જણાવ્યા પ્રમાણે 184 સિંહો મોતને ભેટ્યા એમાં 152 સિંહોના કુદરતી મોત પૈકી 2016માં 92 અને 2017માં 60 સિંહોનો સમાવેશ થાય છે. જ્યારે અકુદરતી મોતમાં 2016માં 12 અને 2017માં 20 સિંહોનો સમાવેશ થાય છે.