Not Set/ મંદિરમાં પહોંચી ગયો 4 ફુટ લાંબો મગર

ગીર, ગીર-સોમનાથના નવાગામે આવેલા હરસિદ્ઘી માતાના મંદિરમાંથી મગર મળી આવ્યો હતો..જેથી મંદિરમાં  દર્શનાર્થે આવેલા ભક્તોમાં ડરનો માહોલ ફેલાઇ ગયો હતો. આ હરસિદ્ઘી માતાના મંદિરમાં ગત મોડી રાત્રે 4 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો.જે બાદ મંદિરના સંચાલકો દ્વારા વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. વનવિભાગની ટીમ મંદિરમાં આવી પહોંચી હતી અને મગરને રેસ્કયુ કરીને પાંજરે […]

Gujarat Others Videos
f 13 મંદિરમાં પહોંચી ગયો 4 ફુટ લાંબો મગર

ગીર,

ગીર-સોમનાથના નવાગામે આવેલા હરસિદ્ઘી માતાના મંદિરમાંથી મગર મળી આવ્યો હતો..જેથી મંદિરમાં  દર્શનાર્થે આવેલા ભક્તોમાં ડરનો માહોલ ફેલાઇ ગયો હતો. આ હરસિદ્ઘી માતાના મંદિરમાં ગત મોડી રાત્રે 4 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો.જે બાદ મંદિરના સંચાલકો દ્વારા વનવિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.

વનવિભાગની ટીમ મંદિરમાં આવી પહોંચી હતી અને મગરને રેસ્કયુ કરીને પાંજરે પૂર્યો હતો.ઉલ્લેખનીય છે કે આ મગર મંદિરમાં ક્યાંથી આવ્યો તે અંગે વનવિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતુ.