Not Set/ ગુજરાત સરકારે 191 કરોડનું  ‘બોમ્બાર્ડિયર ચેલેન્જર 650’ વિમાન ખરીદ્યું

ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી, રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રી સહિતના સિનિયર્સ અને  વીવીઆઇપી  માટે 191 કરોડ રૂપિયાનું નવા વિમાનની ખરીદી કર્યું છે. વર્ષોથી લટકી રહેલા આ વિમાનની ખરીદી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ગુજરાત સરકાર દ્રારા ખરીદાયેલ ‘બોમ્બાર્ડિયર ચેલેન્જર 650’ વિમાન ચાલુ મહિનાના અંત સુધીમાં જ આવી જશે. વિમાનમાં એકવાર બળતણ ભરાયા પછી 7000 કિ.મી. સુધીની […]

Top Stories Gujarat Others
gujarat palne ગુજરાત સરકારે 191 કરોડનું  'બોમ્બાર્ડિયર ચેલેન્જર 650' વિમાન ખરીદ્યું

ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી, રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રી સહિતના સિનિયર્સ અને  વીવીઆઇપી  માટે 191 કરોડ રૂપિયાનું નવા વિમાનની ખરીદી કર્યું છે. વર્ષોથી લટકી રહેલા આ વિમાનની ખરીદી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ગુજરાત સરકાર દ્રારા ખરીદાયેલ ‘બોમ્બાર્ડિયર ચેલેન્જર 650’ વિમાન ચાલુ મહિનાના અંત સુધીમાં જ આવી જશે. વિમાનમાં એકવાર બળતણ ભરાયા પછી 7000 કિ.મી. સુધીની સળંગ ઉડાન ભરી શકે છે.

નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે બીચ ક્રાફ્ટ સુપરકિંગ વિમાનનો ઉપયોગ હાલમાં મુખ્ય પ્રધાન માટે કરવામાં આવી રહ્યો છે. જે ટૂંકા અંતર માટે ઉપયોગી છે. નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લાંબી મુસાફરી માટે ખાનગી કંપનીનાં એરક્રાફ્ટ માટે એક કલાકના રૂ .1 લાખથી વધુનો ચાર્જ ચૂકવવો પડતો હતો. તેથી નવું વિમાન ખરીદવાનું નક્કી થયું. જૂના વિમાનમાં ફ્યુલ સ્ટોરેજ ઓછું હોવાથી તેને ફરીથી બળતણ આપવાની સમસ્યા હતી. તે લાંબા અંતરની ઉડાન માટે સમર્થ નથી. તો સાથે સાથે જૂના વિમાનમાં  ફક્ત 9 લોકો જ તેમાં મુસાફરી કરી શકશે.

સરકારનાં હાલનું વિમાન, બીચ ક્રાફ્ટ સુપરકિંગ, 2500 કિમીનું અંતર કાપવામાં 5 કલાકનો સમય લે છે, જ્યારે બોમ્બાર્ડિયરને ફક્ત 3 કલાકનો સમય લાગશે. તેનું કારણ એ છે કે 2500 કિ.મી.નું અંતર કાપ્યા પછી ફરીથી બળતણ ભરવાની જરૂર રહેશે નહીં. તે કેનેડાના ક્યુબેક સ્થિત બોમ્બાર્ડિયર કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં માત્ર 1100 ચેલેન્જર સીરીઝ વિમાન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.