ગુજરાત/ 9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ, અતિવૃષ્ટિથી નુકસાનીને લઈને સરકારની જાહેરાત

રાજયના 9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય આપવામાં આવશે.

Top Stories Gujarat Others
gnr 1 2 9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ, અતિવૃષ્ટિથી નુકસાનીને લઈને સરકારની જાહેરાત

ભાજપના પ્રવકતા જીતુ વાઘાણીએ આજ રોજ એક પ્રેસ કોન્ફરેન્સના મધ્યમથી રાજયના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. તેમણે અતિવૃષ્ટિમાં પાયમાલ થયેલા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે.

તેમણે જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રીના આદેશથી અતિવૃષ્ટિના ભોગ બનેલા વિસ્તારનો સર્વે પૂર્ણ થયો છે. તેમણે રાજયના 9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 6800 રૂપિયાની સહાય આપવામાં આવશે.

બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે. એસડીઆરએફના નિયમ પ્રમાણે ખેડૂતોને સહાય આપવામાં આવશે. આગામી 6 થી 24 ડિસેમ્બર સુધી અરજી કરી શકાશે. ઓનલાઈન અરજીનો ખર્ચ પણ સરકાર ભોગવશે.

કુલ 7.65 લાખ હેક્ટર વિસ્તારમાં નુકસાનીનું વળતર આપવામાં આવશે.  1530 ગામોમાં 5 લાખ જેટલા ખેડૂતો વળતર અપાશે. SDRFના નિયમ મુજબ મળવા પાત્ર ખેડૂતને સહાય આપવામાં આવશે. 0.5 હેક્ટર હોય તેને 4 હજારનું વળતર અપાશે. આગામી 6 ડિસે. થી પોર્ટલ શરૂ કરવામાં આવશે. પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરોને આ અંગે જવાબદારી આપવામાં આવી છે. ફોર્મ ભરવાથી લઇને રકમ જમા થાય ત્યાં સુધીની જવાબદારી પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર ને સોપવામાં આવી છે.

અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ભરુચ, છોટા ઉદેપુર, પંચમહાલ અને વડોદરાના ખેડૂતો માટે 531 કરોડ રૂપિયાનું સહાય પેકેજ સરકારે જાહેર કર્યું છે

અગાઉ, ગુજરાતની ભુપેંદ્ર પટેલ સરકારે અતિવૃષ્ટિથી થયેલા નુકસાનને લઈ ખેડૂતો માટે કૃષિ સહાય પેકેજ જાહેર કર્યું હતું. સૌરાષ્ટ્રના 4 જિલ્લા રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદરના ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરાયું હતું. જેમાં જામનગર જિલ્લાના 320 ગામ, રાજકોટ જિલ્લાના 156 ગામ, જૂનાગઢ જિલ્લાના 135 ગામ અને પોરબંદર જિલ્લાના 71 ગામ મળી કુલ  682 ગામના ખેડૂતોને સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

 

National / પોલીસકર્મીઓને બેંક લોન આપવા પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે ? નાણામંત્રીએ આપ્યો આવો જવાબ

વડોદરા / કરજણના નાયબ મામલતદાર લાંચ લેતાં ઝડપાયા

ગાંધીનગર / ધારાસભ્યો માટે બનશે આધુનિક નિવાસ સ્થાન

હિન્દુ ધર્મ / લગ્નમાં કન્યાની માંગમાં સિંદૂર લગાવતી વખતે પંડિત આ મંત્રનો પાઠ કરે છે, જાણો તેનો ચોંકાવનારો અર્થ

Astrology / આ 5 રાશિના લોકો ખૂબ જ ગુસ્સાવાળા હોય છે

હિન્દુ ધર્મ / વર્ષનું છેલ્લુ લગ્ન મુહૂર્ત 13 ડિસેમ્બરે, ત્યારબાદ આગામી જાન્યુઆરી 2022માં મળશે શુભ મુહૂર્ત