Not Set/ ગુજરાત સરકાર બળાત્કારના આરોપી રાજુ ભટ્ટને ટ્રસ્ટી પદેથી દૂર ન કરવા પર લાખ્ખો શ્રદ્ધાળુઓનો આક્રોશ જોવા મળ્યો

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન જગત જનની મહાકાલી માતાજીના મંદિર ટ્રસ્ટ અને કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટના વિકાસ કાર્યોમાં પોતે સર્વેસર્વા હોવાના માતાજીના ભક્ત બનીને ફરતા હતા

Gujarat Others
Untitled 322 ગુજરાત સરકાર બળાત્કારના આરોપી રાજુ ભટ્ટને ટ્રસ્ટી પદેથી દૂર ન કરવા પર લાખ્ખો શ્રદ્ધાળુઓનો આક્રોશ જોવા મળ્યો

આદ્યશક્તિ પાવાગઢ સ્થિત શ્રી મહાકાલી માતાજી મંદિર ટ્રસ્ટના સર્વેસર્વા અને યાત્રાધામ પાવાગઢનો વિકાસ અમારે જ આભારી છે નો હમેંશા રુઆબ દેખાડનારા પૂર્વ સેક્રેટરી અને ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક વિદ્યાર્થીની દ્વારા જાતીય અત્યાચારો સાથે બળાત્કાર ગુજારવાના અત્યંત શર્મનાક બનાવની નોંધાયેલ ફરીયાદ બાદ શ્રી મહાકાલી માતાજી મંદિર ટ્રસ્ટમાં રાજુ ભટ્ટને ટ્રસ્ટી તરીકે યથાવત રાખવાના ચેરમેન સુરેન્દ્રકાકાના જવાબ અને અન્ય ટ્રસ્ટીઓની મુક સંમતિઓના આ “હાઈ પ્રોફાઈલ જવાબ” સામે મંદિર તટ્રસ્ટ માટેની લાખ્ખો શ્રદ્ધાળુઓના આઘાતની પ્રતિષ્ઠા કરતા એવા તે કેવા રહસ્યો રાજુ ભટ્ટ પાસે છે કે બળાત્કાર જેવા ગંભીર આરોપની ફરીયાદ દાખલ થયા બાદ ગુજરાત ભા.જ.પ.સરકાર રાજુ ભટ્ટને ટ્રસ્ટીપદેથી દૂર કરવાનો આદેશ કેમ નથી કરતી .

સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન જગત જનની મહાકાલી માતાજીના મંદિર ટ્રસ્ટ અને કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટના વિકાસ કાર્યોમાં પોતે સર્વેસર્વા હોવાના માતાજીના ભક્ત બનીને ફરતા ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફોટોગ્રાફ્સના પુરાવાઓ સાથે બળાત્કારની ફરીયાદનો ગુન્હો દાખલ થતાં જ લાખ્ખો શ્રદ્ધાળુઓ આઘાતથી સ્તબ્ધ બની ગયા હતા.

આ ઘટનાક્રમ વચ્ચે રાજુ ભટ્ટની લંપટલીલાઓના કરતુકો સામે પાવાગઢ જઈશું તો ભારે વિરોધનો સામનો કરવો પડશેના આ એંધાણો વચ્ચે મંદિર ટ્રસ્ટની હાલોલ સર્કિટ હાઉસ ખાતે ચેરમેન સુરેન્દ્રકાકાના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં રાજુ ભટ્ટ નો સેક્રેટરી પદનો કાર્યભાર પરત લઈને ટ્રસ્ટીપદે ચાલુ રાખવાના આ નિર્ણયમાં માતાજીના ભક્ત બનીને ટ્રસ્ટમાં સામેલ થયેલા ચહેરાઓએ મંદિરની પ્રતિષ્ઠા અને “માઁ” પ્રત્યેની ભક્તિ દેખાડીને આ નિર્ણયનો વિરોધ કરવાના બદલે જે પ્રમાણે મુક સંમતિઓ દેખાડી આ સામે શ્રદ્ધાળુઓના આક્રોશની ચર્ચાઓ એવી છે કે, કોઈકને કરોડો રૂપિયાના કોન્ટ્રાકટની લાલચો તો કોઈકને પાર્કિંગમાં તો કોઈકને પૂજાવિધિઓના ઈજારાઓ છીનવાઈ જવાનો ભય અંદરખાને સતાવતો હશે અને આ રાજુ ભટ્ટના આર્શીવાદને આભારી છે.