ગાંધીનગર/ આ કારણોસર તરછોડ્યું હતું બાળક, સચિનની પત્નીનું બાળક નથી તો કોનું હશે આ બાળક

પોલીસ તંત્રએ આખો દિવસ કવાયત હાથ ધરી આ બાળકના માતાપિતાને શોધી કાઢ્યા છે.  પોલીસને 20 કલાકે મળી મોટી સફળતા મળી છે.

Top Stories Gujarat Others
shahrukh 1 આ કારણોસર તરછોડ્યું હતું બાળક, સચિનની પત્નીનું બાળક નથી તો કોનું હશે આ બાળક

ગાંધીનગરના પેથાપુરમાં મળી આવેલું અજાણ્યું બાળકે કુતુહલ સર્જ્યું છે. એક અજાણ્યો વ્યક્તિ એક બાળકને સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને ફરાર થઇ ગયો હતો. ગાંધીનગરના પેથાપુરમાં ગૌશાળા નજીક રાતના સમયે માસૂમ બાળકને અજાણ્યો શખસ મૂકીને ફરાર થઈ ગયો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.  જે પરથી પોલીસ તંત્રએ આખો દિવસ કવાયત હાથ ધરી આ બાળકના માતાપિતાને શોધી કાઢ્યા છે.  પોલીસને 20 કલાકે મળી મોટી સફળતા મળી છે. બાળકને તરછોડનારા વ્યક્તિ અને બાળકને મૂકવા આવેલી કારની પણ ઓળખ થઈ છે.

pili 5 3 આ કારણોસર તરછોડ્યું હતું બાળક, સચિનની પત્નીનું બાળક નથી તો કોનું હશે આ બાળક

ગાંધીનગર SPના જણાવ્યા અનુસાર cctv ફૂટેજના આધારે આ બાળકને મૂકી જનાર ગાડીનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.   અને અંતે  સેક્ટર 26મા રહેતા પતિ પત્નીના ઝઘડામા બાળકને તરછોડ્યુ હોવાનું જાણવા મળ્યું છે. કાલે રાતે મળેલુ બાળક ગાંધીનગર સેક્ટર ૨૬માં રહેતા સચિન દિક્ષિતનુ હોવાનુ બહાર આવ્યુ છે.

pili 5 2 આ કારણોસર તરછોડ્યું હતું બાળક, સચિનની પત્નીનું બાળક નથી તો કોનું હશે આ બાળક

પોલીસના જણાવ્યા અનુસાર મળી આવેલ બાળકના પિતા સચિન દીક્ષિત વડોદરા ખાનગી કમ્પની માં નોકરી કરે છે. જેમનું પૂરું નામ સચિનકુમાર નંદ કિશોર દીક્ષિત છે. જેઓ  સેન્ટ્રો કારમાં બાળકને ગીશાળાની બહાર મૂકી ગયા હતા.

pili 5 4 આ કારણોસર તરછોડ્યું હતું બાળક, સચિનની પત્નીનું બાળક નથી તો કોનું હશે આ બાળક

 

પ્રાથમિક માહિતી મુજબ આ બાળક સચિનની પત્ની નું બાળક નથી. તેથી હાલ પૂરતી શંકા સ્પદ છે. સચિન ને પરત લાવ્યા બાદ વધુ સાચી વિગત સામે આવશે. આ બાળક ને દત્તક લેવા માટે ઘણી બધી અરજ આવી છે. બાળક ના પિતા સચિન દીક્ષિત ની અટકાયત કરવામાં આવી છે. સવાર થી જ પોતાના પરિવાર સાથે ફરાર હતા. સચિન વડોદરા ની એક ખાનગી કંપની કામ કરતો હતો અને કાલે જ ગાંધીનગર આવ્યો હતો.

જો કે આ બાળકનું નામ શિવાશ છે. તેની ઉંમર 8 થી 10 મહીના છે. તેના પિતા ઓઝોન કંપનીમાં કામ કરતા હતા.  હાલમાં પોલીસ  સચીની રાજસ્થાનથી અટકાયત કરી છે અને ગાંધીનગર  લઈને આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તરછોડાયેલું આ બાળક 11 માસનું હોવાનું માનવામાં આવી રહ્યુ  હતું. આ બાળકને સિવિલ હોસ્પિટલમાં  રાખવામાં આવ્યું હતું. રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પોતાના અન્ય કાર્યો પડતા મુકી બાળકને મળવા પહોંચી ગયા હતાં. તો સાથે બાળકના માતા પિતાને શોધવા માટે અમદાવાદ મેડિકલ એસોસિયેશન  પણ મેદાનમાં આવ્યું હતું. એ.એમ.એ. દ્વારા રાજ્યભરના તબીબોને બાળક અંગે સચેત કરવામાં આવ્યા હતા. અને ગાંધીનગરમાંથી મળી આવેલા બાળકને કોઈપણ ડોકટર દ્વારા તપાસ કરવામાં આવી હોય તો તાત્કાલિક જાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. રાજ્ય ભરના પીડિયાટ્રિક,ગાયનેક અને પીડિયાટ્રિક સર્જન ડોકટરોને જાણ કરવામાં આવી હતી.

બાળકના વાલી-વારસોને શોધવા માટે 100 વધુ પોલીસ જવાનોને કામે લગાડી દેવાયા હતા. જેમાં પોલીસની 8 ટીમ તૈયાર કરાઈ હતી. જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જી.ની 4 ટીમ,  2 ટીમ મહિલા પોલીસ અને 2 સ્થાનિક પોલીસની ટીમ પણ સામેલ હતી.  તો ગાંધીનગર વોર્ડ નંબર-2નાં કોર્પોરેટર દીપ્તિબેન પટેલ યશોદા માની જેમ બાળકની સારસંભાળ રાખી રહ્યાં છે. મહિલા કોર્પોરેટર સિવિલમાં સંભાળ રાખવા બાળક સાથે આખી રાત રહ્યાં હતાં. તેમણે કહ્યું કે તેના વાલી નહીં મળે ત્યાં સુધી બાળકનું ધ્યાન રાખીશ. 11 માસનું આ બાળક જોતા જ ગમી જાય તેટલું સુંદર છે અને તે સદા હસતું રહેતું હોવાથી તેનું નામ હાલ સ્મિત રાખવામાં આવ્યું હતું.

ડ્રગ્સ કેસ / NCBએ શાહરૂખ ખાનના ડ્રાઈવરને પાઠવ્યું સમન્સ,  આર્યન વિશે કરશે પૂછપરછ 

ભુજ / લગ્નનો વાયદો કરી કોન્સ્ટેબલે મહિલા પોલીસકર્મી સાથે અલગ-અલગ જગ્યાએ આચર્યું દુષ્કર્મ