Not Set/ રાજ્યભરનાં આરોગ્ય કર્મચારી દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે ધરણા યોજી દેખાવો

આજે ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા તેમની પડતર માંગણીઓને લઈને જીલ્લા કલેકટર કચેરી ખાતે ધારણા અને રેલી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લા માં આજે સવારે આરોગ્ય કર્મચારીઓ વિવિધ પ્રશ્ન સાથે સવારથી કલેકટર કચેરી સામે ધારણામાં ઉતર્યા છે.  ત્યારે હજુ પણ બપોર ના સમય બાદ પણ જીલ્લાના વધુ ને વધુ આરોગ્ય […]

Gujarat Others
arogya vibvhag.JPG1 રાજ્યભરનાં આરોગ્ય કર્મચારી દ્વારા જિલ્લા કલેકટર કચેરી સામે ધરણા યોજી દેખાવો

આજે ગુજરાત રાજ્યમાં આરોગ્ય વિભાગના કર્મચારી દ્વારા તેમની પડતર માંગણીઓને લઈને જીલ્લા કલેકટર કચેરી ખાતે ધારણા અને રેલી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા માં આજે સવારે આરોગ્ય કર્મચારીઓ વિવિધ પ્રશ્ન સાથે સવારથી કલેકટર કચેરી સામે ધારણામાં ઉતર્યા છે.  ત્યારે હજુ પણ બપોર ના સમય બાદ પણ જીલ્લાના વધુ ને વધુ આરોગ્ય કર્મચારીઓ ધારણા માં જોડાયા હતા. અનેક પડતર પ્રશ્ન ની સાથે 13 મુદ્દાની માંગણી સાથે આજે આરોગ્ય વિભાગના  તમામ કર્મચારીઓ ધારણા પર ઉતર્યા છે.

સાબરકાંઠા

સાબરકાંઠા જિલ્લાના હિમતનગરમાં  જીલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પડતર ૧૩ માંગણીઓને લઈને વિશાળ રેલી યોજી ધરણા પર બેસ્યા હતા અને અગામી દિવસમાં અમારી માંગણીઓ નહિ સંતોષાય તો કામગીરી સદંતર બંધ કરીને વિરોધ કરીશું .

સાબરકાંઠા જીલ્લાના ફીમેલ હેલ્થ વર્કર ,મેઈલ હેલ્થ વર્કર,લેબોરેટરી ટેકનીશિયન,ફાર્માશિષ્ટ,સ્ટાફ નર્સ  સહીતની સાત કેડરના વર્ગ ત્રણ ના કર્મચારીઓની પડતર ૧૩ માંગણીઓને લઈને ગતવર્ષે આંદોલન કર્યું હતું.  પરંતુ ત્યારબાદ રાજ્ય સરકારે કોઈ માંગણીઓનું નિરાકરણ લાવેલ નહિ જેને લઈને હવે આંદોલન પાર્ટ-૨ શરુ કર્યું છે.  જેને લઈને જીલ્લામાં વિવિધ વિરોધના કાર્યક્રમો આપ્યા હતા જેમાં કાળી પટ્ટી લગાવી વિરોધ કર્યો ત્યારબાદ ઓનલાઈન કામગીરીનું રીપોર્ટીંગ બંધ કર્યું અને આજે જીલ્લાના ૬૫૦ વર્ગ-૩ ના આરોગ્ય કર્મચારીઓએ માસ સીએલ મુકીને હિમતનગરના ટાવર ચોકમાંથી સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. જે રેલી લગભગ પોણો કિમી લાંબી હતી માંગણીના સુત્રોચાર અને બેનરો સાથે દેખાવો કરી શહેરના વિવિધ માર્ગો પર ફરી નવી જીલ્લા પંચાયતે રેલી પહોચી હતી.  જ્યાં રેલી પૂર્ણ કરી ધરણા પર આરોગ્ય કર્મચારીઓ બેસ્યા હતા.અને અગામી ૧૭ તારીખે રાજ્યના કર્મચારીઓ ગાંધીનગર ખાતે દેખાવો કરશે અને પડતર માંગણીઓનો નિકાલ નહિ આવે તો તમામ આરોગ્ય કર્મચારીઓ કામીગીરી બંધ કરી વિરોધ કરશે.

વલસાડ

વલસાડ જિલ્લા આરોગ્ય કેન્દ્રના કર્મચારી હડતાળ પર ઉતર્યા છે. હેલ્થ વર્કર સ્ટાફ નર્સ લેબોરેટરી ટેકનિક્લ સ્ટાફ સુપરવાઈઝર ફાર્મસી સહિત  800 વધુ કર્મચારીઓ દ્રારા રેલી કાઢી હતી.  કામ ચાલુ રાખી રિપોટીંગ બંધ રાખ્યું છે.  છેલ્લા એક વર્ષથી 13 માગણીને લઈને લડત આપી રહ્યાં છે.આજે કર્મચારીઓએ હડતાલ પર ઉતરી રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું. માસ સીએલ પર ઉતરેલા કર્મચારીઓએ તબક્કાવાર નિરાકરણની લેખિત ખાતરી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં વલસાડ જિલ્લાના તમામ ડોક્ટરના આરોગ્ય કર્મચારીઓની રેલી અને ધરણ સાથે કામ તો ચાલુ રાખ્યું હતું પરંતુ રિપોટીંગ બંધ રાખ્યું હતું  ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓના 13 જેટલા પડતર પ્રશ્નો બાબતે માંગ કરી રહ્યાં છે.

જામનગર

ગુજરાત આરોગ્ય કર્મચારી મહામંડળના આદેશ મુજબ જામનગર જિલ્લા પંચાયત કચેરી સામે જિલ્લાભરના આરોગ્ય કર્મચારીઓ એકઠા થઇ રેલી યોજી દિવસભર ધરણા કાર્યક્રમ યોજ્યો હતો. વિવિધ પડતર માંગણી ઓને લઈને આરોગ્ય કર્મીઓએ સરકાર સામે બાયો ચડાવી છે ત્યારે આજે એક દિવસ ના માસ સીએલ પર ઉતરી 450 જેટલા કર્મચારીઓ આંદોલન માં જોડાયા છે.

આરોગ્ય કર્મચારીઓનું કહેવું છે કે ગત ફેબ્રુઆરીમાં 13 દિવસની હડતાલ બાદ રાજ્ય સરકાર તરફથી વિવિધ 6 કેડરોના 13 જેટલા પડતર પ્રશ્નો ઉકેલવાની લેખિત બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તમામ 13 પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી જેથી કર્મચારીઓમાં રોષની લાગણી વ્યાપી છે. હવે આ વખતે લડી લેવાના મૂડમાં છે. જેના ભાગ રૂપે રોષપૂર્ણ છતાં શાંત રેલીનું આયોજન કરી ધરણા પર બેઠા છે. સાથે ચિમકી ઉચ્ચારવામાં આવી છે કે જો હજુ પણ સરકાર તરફથી હકારાત્મક વલણ નહીં રાખવામાં આવે તો આગામી સમયમાં વધારે આંદોલનાત્મક કાર્યક્રમ યોજાશે અને હવે કર્મચારીઓ અભિ નહિ તો કભી નહીં ના મૂડમાં આવી આરપારની લડત આપવા મક્કમ બનેલા છે.

આણંદ

એન્કર :આણંદ જીલ્લાના આરોગ્ય વિભાગના ૭૫૦ કર્મચારીઓ આજે અમુલ ડેરી બહાર પોતાની સરકાર સામેની વિવિધ માંગોને લઈને ધરણા પર બેઠા છે ,કમર્ચારીઓની રજૂઆત છે કે રાજ્ય સરકાર અમારી ૧૩ માંગણીઓ છેલ્લા ઘણા સમયથી હોવા છતાં સરકાર દ્વારા અમારા કોઈ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવતું નથી ,અને જો આગામી દિવસોમાં જો સરકાર અમારી માંગો નહિ સ્વીકારે તો ગાંધીનગર માં જઈને આંદોલન પણ કરવામાં આવશે.

ગીર સોમનાથ

ગીર સોમનાથ ના વડા મથક વેરાવળ ખાતે જિલ્લાભર ના આરોગ્ય કર્મચારીઓ એ રેલી યોજી હતી. નોંધનીય છે કે રાજ્ય સરકાર સામે પડતર માંગો ને લઈ છેલ્લા લાંબા સમય થી આરોગ્ય કર્મચારીઓ આંદોલન ચલાવી રહ્યા છે. સરકાર સમક્ષ પડતર માંગો ને લઇ રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિવિધ તબબકે આંદોલન ચલાવી રહેલ છે.

સરકાર સાથે ભૂતકાળમાં પણ અનેક વાટાઘાટો થયેલ પરંતુ સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવા માં આવતો ના હોય જેથી ફરી એકવાર આરોગ્ય કર્મચારીઓ એ બીજા તબક્કા ના આંદોલન નો પ્રારંભ કર્યો છે જેમાં આરોગ્ય કર્મચારીઓ એ હાલ સરકાર ને થતું રિપોર્ટિંગ બંધ કરી દેવા માં આવેલ અને આજે જિલ્લા ના વડા મથક વેરાવળ ખાતે જિલ્લા ભર ના આરોગ્ય કર્મચારીઓ એ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આરોગ્ય મહાસંઘના  કમર્ચારીઓની મુખ્ય માંગો

૧ :પંચાયત સેવાના આરોગ્ય કમર્ચારીઓને ટેકનીકલ કમર્ચારીઓ ગણી ટેકનીકલ પગાર ધોરણ(ગ્રેડ પે ) આપવા બાબત
૨ :આરોગ્ય કર્મચારીઓને૦ કીમીએ પીટીએ આપવા માંગ
૩ :મેલેરિયા સુપરવાઈઝર અને લેબ ટેકનીશિયનને બઢતી આપવા માંગ
૪ :નવા મંજુર થયેલ જીલ્લામાં મહેકમ મંજુર કરવા માંગ
૫ :  તાલુકા કક્ષાએ ફાર્માસિસ્ટ ની નવી જગ્યાઓ ઉભી કરવા માંગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.