Gujarat High Court/ ગુજરાત હાઈકોર્ટે 12 વર્ષીય સગીરાના ગર્ભપાતની આપી મંજૂરી, રાજ્ય સરકારને 2.5 લાખ ચૂકવવાનો આદેશ

નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં માતા-પિતા સાથે રહેતી 12 વર્ષીય સગીરા પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ કરવામાં આવતા તે પ્રેગ્નેટ થઇ હતી

Top Stories Gujarat
10 1 1 ગુજરાત હાઈકોર્ટે 12 વર્ષીય સગીરાના ગર્ભપાતની આપી મંજૂરી, રાજ્ય સરકારને 2.5 લાખ ચૂકવવાનો આદેશ

નર્મદાના ડેડીયાપાડા તાલુકામાં માતા-પિતા સાથે રહેતી 12 વર્ષીય સગીરા પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ કરવામાં આવતા તે પ્રેગ્નેટ થઇ હતી, આ કેસમાં જ્યારે માતા કામ માટે બહાર જતી હતી ત્યારે પિતા આ સગીર દીકરી એકલતાનો લાભ લઇને તેની સાથે વારંવાર દુષ્કર્મ કરતો હતો.સગીરાએ પિતાનો સખત વિરોધ કર્યો હતો તેને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતો હતો.આ કેસમાં કોર્ટે ગર્ભાપાતની મંજૂરી આપી છે.

ઉલ્લેખનીય છે કે અચાનક  સગીરાની તબિયત બગડતાં તેની માતા તેને  હોસ્પિટલમાં લઈ ગઈ હતી,ત્યાં તબીબે તપાસ કરતા માલુમ પડયું કે સગીરા તો ગર્ભવતી છે. આ કૃત્ય તેના પિતાએ કર્યા હોવાનો ખુલાસો થતા જ  માતાએ જ સગીરાના પિતા  સામે  ડેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી પિતાની ધરપકડ કરીને જેલ ભેગો કર્યો હતો. તેમજ સગીરાના 27 મહિનાના ગર્ભપાત માટે માતાએ જ વકીલ પૂનમ મહેતા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી હતી.

નોંધનીય છે કે ન્યાયાધીશ સમીર દવેની કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો  સગીરા 12 વર્ષની છે. તેની સામે લાંબુ ભવિષ્ય છે. પીડિતા પોતે જ બાળકી હોવાથી આવનારા બાળકની સંભાળ કેવી રીતે રાખી શકશે? પીડિતાની માનસિક અને શારીરિક સ્થિતિને જોતા તે બાળકને જન્મ આપી શકવા સક્ષમ નથી. વળી પિતાના જ બાળકને લઈને સામાજિક સ્થિતિનું પણ ધ્યાન રાખવું પડે. આથી કોર્ટે વડોદરાના સયાજીરાવ હોસ્પિલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને સગીરાનું ડોક્ટરોની પેનલ દ્વારા મેડિકલ તપાસ કરીને 24 કલાકમાં રીપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો.સગીરાને રાજ્ય સરકાર 2.5 લાખનું વળતર આપે, જેમાં 50 હજાર તાત્કાલિક ચૂકવાય તેમજ 02 લાખ રૂપિયાની નેશનલાઈઝ બેંકમાં સગીરાના નામની ડિપોઝિટ રખાય તેવું જણાવ્યું હતું. દર વર્ષે તેમાંથી તેને વ્યાજની રકમ અપાય, જેની પાકતી રકમ 21 વર્ષે સગીરાને મળે, નર્મદામાં જિલ્લા કલેક્ટર સગીરાના ગાર્ડિયન બને, સાથે જ આરોપી સામેનો કેસ પુરવાર કરવા ગર્ભના DNA સાચવી રાખવામાં આવે.