Not Set/ ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પી.પી પાંડેને રાહત, ડિસ્ચાર્જ અરજી કોર્ટે કરી મંજૂર

અમદાવાદ, બહુચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના પૂર્વ ડીજીપી પી પી પાંડે મોટી રાહત મળી છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આ કેસમાં પી પી પાંડેને મુક્ત કર્યા છે. આ પહેલા પી પી પાંડેએ આ કેસમાંથી મુક્ત કરવા માટે અરજી મંજુર કરવામાં માટે સીબીઆઈની કોર્ટ સમક્ષ હાકલ કરી હતી તેને બુધવારે કોર્ટે મંજુર કરી છે. સીબીઆઈની સ્પેશિયલ […]

Top Stories
pp pandey hc 01072013 ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પી.પી પાંડેને રાહત, ડિસ્ચાર્જ અરજી કોર્ટે કરી મંજૂર

અમદાવાદ,

બહુચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના પૂર્વ ડીજીપી પી પી પાંડે મોટી રાહત મળી છે. સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે આ કેસમાં પી પી પાંડેને મુક્ત કર્યા છે. આ પહેલા પી પી પાંડેએ આ કેસમાંથી મુક્ત કરવા માટે અરજી મંજુર કરવામાં માટે સીબીઆઈની કોર્ટ સમક્ષ હાકલ કરી હતી તેને બુધવારે કોર્ટે મંજુર કરી છે.

સીબીઆઈની સ્પેશિયલ કોર્ટેના જજ જે કે પંડ્યાએ ગુજરાતના પૂર્વ ડીજીપીની આ અરજી મંજુર કરી હતી. ત્યારે ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં તેઓ પહેલા આરોપી છે કે તેઓને આ કેસમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ૧૯૮૦ કેડર બેશના IPS અધિકારી પાંડેની જુલાઈ ૨૦૧૩આ સીબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ને ૧૯ મહિના સુધી તેઓ જેલમાં રહ્યા હતા. ત્યારબાદ તેઓ તેઓ જામીન પર જેલમાંથી બહાર આવ્યા હતા અને ૨૦૧૫માં રાજ્ય પોલીસમાં પરત ફર્યા હતા.

આ પહેલા પી પી પાંડે, નિવૃત્ત આઈપીએસ ડી.જી. વણઝારા, આઇપીએસ અધિકારી જી.એલ.સિંહલ, રીટાયર્ડ ડી એસ પી એન.કે. અમીન, રીટાયર્ડ ડીપી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ તરૂણ બારોટ અને અન્ય બે પોલીસ જવાનો સામે સીબીઆઈએ મુંબઈની ૧૯ વર્ષીય છોકરી ઇશરતના અપધારિક ષડયંત્ર, હત્યા અને અપહરણ માટે ચાર્જશીટ કરવામાં આવી હતી. નોધનીય છે કે, સીબીઆઈએ ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે, વર્ષ ૨૦૦૪માં મુંબઇની છોકરી ઇશરત જહાં, તેના મિત્ર જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઈ અને બે કથિત પાકિસ્તાની નાગરિકોના એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.