Not Set/ પાક. દ્વારા મુક્ત કરાયેલા ભારતીય માછીમારો પહોચ્યા વડોદરા

પાકિસ્તાન દ્વારા ગત ગુરુવારે મુક્ત કરવામાં આવી રહેલા ૧૪૪ ભારતીય માછીમારો સોમવારે વડોદરા આવી પહોચ્યા હતા. આ તમામ માછીમારોમાંથી સૌથી વધુ ગુજરાત રાજ્યના હતા અને ત્યારબાદ તેઓ પોતાના જુદા જુદા ગૃહ શહેરોમાં જશે. મહત્વનું છે કે, શુભેચ્છાના સંકેત હેઠળ પાકિસ્તાને ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, ૮ જાન્યુઆરી સુધીમાં બે તબક્કામાં ૨૯૧ માછીમારોને મુક્ત કરવામાં આવશે. […]

Gujarat

પાકિસ્તાન દ્વારા ગત ગુરુવારે મુક્ત કરવામાં આવી રહેલા ૧૪૪ ભારતીય માછીમારો સોમવારે વડોદરા આવી પહોચ્યા હતા. આ તમામ માછીમારોમાંથી સૌથી વધુ ગુજરાત રાજ્યના હતા અને ત્યારબાદ તેઓ પોતાના જુદા જુદા ગૃહ શહેરોમાં જશે.

મહત્વનું છે કે, શુભેચ્છાના સંકેત હેઠળ પાકિસ્તાને ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, ૮ જાન્યુઆરી સુધીમાં બે તબક્કામાં ૨૯૧ માછીમારોને મુક્ત કરવામાં આવશે. મુક્ત કરાયેલા ૧૪૪ માંથી મોટાભાગના માછીમારો રાજ્યના દરિયાકાંઠા અને અન્ય જિલ્લાઓના ગણવામાં આવી રહ્યા છે, તેમાંના કેટલાક મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશના પણ હતા. તેઓ ગુજરાતમાં કામ કરતા હતા જ્યારે પાકિસ્તાની દરિયાઈ સત્તાવાળાઓએ તેના પ્રાદેશિક પાણીમાં કથિત માછીમારી માટે તેમની અટકાયત કરી હતી.

ગુરુવારે મુક્ત થયા બાદ તમામ માછીમારો વાઘા બોર્ડર ખાતે ભારતીય સત્તાવાળાઓને સોંપી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ પંજાબમાં અમૃતસરથી વડોદરા પહોચ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે, વડોદરા પહોચ્યા બાદ  માછીમારો ગીર સોમનાથ જીલ્લાના મુખ્યમથક વેરાવળ તરફ આગળ વધશે, જ્યાંથી તેઓ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમના ઘરના શહેરો માટે જતા રહેશે.