Not Set/ પાક નિષ્ફળ જવાના ડરથી જૂનાગઢ જિલ્લાના વધુ એક ખેડૂતનો આપઘાત

રાજ્યમાં થયેલા ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જવાના ડરથી છેલ્લા કેટલાક સમયમાં ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો ન અટકતા આજે જૂનાગઢ જિલ્લામાં પણ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢ જિલ્લાના વંછલી તાલુકના આખા ગામના ખેડૂતે કપાસનો પાકનિષ્ફળ જતા આત્મહત્યા કરી છે. […]

Top Stories Gujarat Others
388892 274398 farmer suicide પાક નિષ્ફળ જવાના ડરથી જૂનાગઢ જિલ્લાના વધુ એક ખેડૂતનો આપઘાત

રાજ્યમાં થયેલા ઓછા વરસાદના કારણે પાક નિષ્ફળ જવાના ડરથી છેલ્લા કેટલાક સમયમાં ઘણા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો ન અટકતા આજે જૂનાગઢ જિલ્લામાં પણ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરથી આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.

જૂનાગઢ જિલ્લાના વંછલી તાલુકના આખા ગામના ખેડૂતે કપાસનો પાકનિષ્ફળ જતા આત્મહત્યા કરી છે. બોદુભાઈ દલ નામના ખેડૂતે સેલફોર્સના ટિકડા ખાઈને પોતાનો જીવન ટુંકાવ્યુ છે.

એક બાજુ પાક નિષ્ફળ ગયો અને બેંકનું દેવું પણ વધી ગયું હતું જેને લઈને કંટાળીને તેમણે આખરે આ પગલું ભર્યું હોવાનું પરિવારે પોલીસને જણાવ્યું હતું. તેમજ સાથે સાથે તેમની દીકરીના લગ્નની જવાબદારી પણ આવી ગઈ હતી.

પૈસાના અભાવે દીકરીના સારી રીતે લગ્ન નહી કરી શકે તેવી ચિંતામાં પણ તેમણે આ પગલું ભર્યુ છે. ત્યારે સમગ્ર ઘટનાનમાં પોલીસે પરિવારનું નિવેદન લઈને વઘુ તપાસ હાથ ધરી છે.