Not Set/ શાળા સંચાલકોના હિત માટે લડતા કપિલ સિબ્બલે કેસમાંથી હટી જવું પડ્યું, જાણો કેમ?

અમદાવાદ, ગુજરાતમાં ફીના મામલે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી સુનવણીમાંથી કોંગ્રેસ હટી ગઇ છે. ગુજરાતના વિવિધ શાળા સંચાલકો રાજ્ય સરકારની ફી રેગ્યુલેટરી કમિટિના નિર્ણયો સામે સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી છે. ફી વધારા મામલે થયેલી આ પીટીશનમાં શાળા સંચાલકો વતી કોંગ્રેસના સીનીયર નેતા અને એડવોકેટ કપિલ સિબ્બલ કેસ લડી રહ્યાં છે, જો કે શાળા સંચાલકોના હિત […]

Top Stories
download 15 2 શાળા સંચાલકોના હિત માટે લડતા કપિલ સિબ્બલે કેસમાંથી હટી જવું પડ્યું, જાણો કેમ?

અમદાવાદ,

ગુજરાતમાં ફીના મામલે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલી સુનવણીમાંથી કોંગ્રેસ હટી ગઇ છે. ગુજરાતના વિવિધ શાળા સંચાલકો રાજ્ય સરકારની ફી રેગ્યુલેટરી કમિટિના નિર્ણયો સામે સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી છે. ફી વધારા મામલે થયેલી આ પીટીશનમાં શાળા સંચાલકો વતી કોંગ્રેસના સીનીયર નેતા અને એડવોકેટ કપિલ સિબ્બલ કેસ લડી રહ્યાં છે,

જો કે શાળા સંચાલકોના હિત માટે લડી રહેલાં કોંગ્રેસના નેતા અને એડવોકેટ કપિલ સિબ્બલે આ કેસમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો.મનીષ દોશીએ કપિલ સિબ્બલને અપીલ કરતો પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, શાળા સંચાલકો ફી નિયમનના કાયદાની ઐસીતૈસી કરીને બેફામ ફી ઉઘરાવે છે, મનસ્વી રીતે ફી ઉઘરાવતા શાળા સંચાલકો સામે વાલીઓનો ભારે આક્રોશ છે. બેફામ ફી ઉઘરાવતા શાળા સંચાલકોનો કેસ ન લડવા અમારી નમ્ર વિનંતી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તના આ પત્ર પછી કપિલ સિબ્બલે સુપ્રિમ કોર્ટમાં ચાલી રહેલાં કેસમાંથી હટી જવાનો નિર્ણય કર્યો છે.