બનાસકાંઠા/ ગુજરાતની સૌથી મોટી ગામપંચાયત, દિયોદરમાં જામ્યો રસાકસી ભર્યો ચૂંટણીનો જંગ

ગુજરાતની સૌથી મોટી દિયોદર ગ્રામ પંચાયતમાં આજે બે મજબૂત મહિલા ઉમેદવારોએ આમને-સામને ઉમેદવારી નોંધાવી.

Top Stories Gujarat Others
દિયોદર ગ્રામ ગુજરાતની સૌથી મોટી ગામપંચાયત, દિયોદરમાં જામ્યો રસાકસી

ગુજરાતમાં સરપંચની ચૂંટણીને લઈને રસાકસી ભર્યો માહોલ જોવા મળ્યો છે. ત્યારે ગુજરાતની સૌથી મોટી ગામ પંચાયત એટલે કે બનાસકાંઠાની દિયોદર ગ્રામ પંચાયત છે. ત્યારે આ પંચાયતની બેઠકમાં રસાકસી ભર્યો જંગ જોવા મળ્યો છે.

  • પંચાયતનો પાવર 
  • ગામપંચાયત ચૂંટણીની જંગ
  • રાજવી અને રાવણા રાજપૂત આમને-સામને

ઉમેદવારી પત્ર ભરવા માટે આવી રહેલુ હજારો માણસોનુંઆ ટોળું એ કોઈ વિધાનસભા કે સંસદની ચૂંટણી માટે ફોર્મ ભરવા નથી આવતા. પરંતુ આ ગુજરાતની સૌથી મોટી ગ્રામ પંચાયત એટલે કે દિયોદર ગ્રામ પંચાયતમાં મહિલા ઉમેદવારના સમર્થકોની રેલી છે. ગુજરાતની સૌથી મોટી દિયોદર ગ્રામ પંચાયતમાં આજે બે મજબૂત મહિલા ઉમેદવારોએ આમને-સામને ઉમેદવારી નોંધાવી.

દિયોદર ગ્રામ પંચાયતમાં મહિલા સીટ છે જેને માટે પૂર્વ સરપંચ અને રાજવી પરિવાર માંથી આવતા ગિરિરાજ સિંહ વાઘેલાના પત્ની કિરણકુમારી વાઘેલાએ ઉમેદવારી નોંધાવી છે. તો તેની સામે સૌથી મોટા સમાજમાંથી આવતા એટલે કે રાવણા રાજપૂત સમાજ માંથી જમનાબેન ભાટી એ ઉમેદવારીપત્ર ભર્યુ છે. જેના કારણે આ વખતે બંને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે.

ગુજરાતની સૌથી મોટી ગ્રામપંચાયતનું સરપંચપદ હાંસિલ કરવા બન્ને મહિલા ઉમેદવારોએ જંગી સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભર્યો છે. ત્યારે હવે દિયોદરની જનતા ફરી એકવાર રાજવી પરિવારને તાજ પહેરાવશે કે પછી પરિવર્તનનો પવન ફૂંકશે તે તો પરિણામ બાદ જ ખ્યાલ આવશે, પરંતુ આ વખતે સૌથી મોટી ગ્રામ પંચાયત માં ચૂંટણીમાં પણ ખરાખરી નો જંગ ચોક્કસ જામશે.

પુસ્તક પરબ / વાંચનપ્રેમી ભરતભાઈએ ગામમાં બનાવી લાઈબ્રેરી

માફી / આખરે કંગનાએ કેમ ખેડૂતોની માંગી માફી,જાણો વિગત…

આત્મનિર્ભર / આવો મળીએ એક એવા વિરલાને જે હાથ ગુમાવ્યા બાદ પણ પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા છે…

દરોડા / મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પાડ્યા દરોડા,વિભાગમાં ફફડાટ,બદલીના આદેશ…