Not Set/ લીંબડી – રાજકોટ હાઇવે પર ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત

રાજ્યમાં રોજ રોડ અકસ્માતના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ રોડ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પરની છે. જ્યાં ડમ્પર અને આઈસર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ […]

Gujarat Others
trolly લીંબડી - રાજકોટ હાઇવે પર ડમ્પર અને આઇસર વચ્ચે અકસ્માત, એકનું ઘટના સ્થળે મોત

રાજ્યમાં રોજ રોડ અકસ્માતના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ રોડ અકસ્માતમાં વધારો થઈ રહ્યો છે. આવામાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઈવે પરની છે. જ્યાં ડમ્પર અને આઈસર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે.

જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજયું છે. હાઇવે પર પોલીસ સ્ટેશન પાસે આ  અકસ્માતમાં સર્જાયો છે.

આપને જણાવી દઈએ કે સરજાતા આઈશર ચાલકનું આ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. મૃતકની લાશ આઈશરમાં ફસાઈ ગઈ હોવાથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી..

અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.