Not Set/ મહેસાણા: એસ.ટી. બસને હાઇજેક કરી ચલાવી 1 કરોડની લૂંટ

મહેસાણાના નંદાસણ નજીક 9 શખ્સો દ્વાર એસ.ટી. બસને હાઇજેક કરી આંગડિયા પેઢીના કર્મીને લૂંટવામાં આવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અંદાજીત 80 લાખની રકમના ડાયમંડ અને સોનાની લૂંટ ચલાવી શખ્સો ફરાર થઇ ગયા છે. મળતી માહિતી મુજબ, પાલનપુરથી મહેસાણા આવતી એસટી બસમાં આંગડીયા પેઢીના 6 કર્મીઓ સવાર હતા. તે દરમિયાન ઉનાવા પાસેથી 9 બંદુક ધારી શખ્સો મુસાફર બનીને બસમાં બેઠા હતા. મેહસાણા […]

Top Stories Gujarat Others
mantavya 44 મહેસાણા: એસ.ટી. બસને હાઇજેક કરી ચલાવી 1 કરોડની લૂંટ

મહેસાણાના નંદાસણ નજીક 9 શખ્સો દ્વાર એસ.ટી. બસને હાઇજેક કરી આંગડિયા પેઢીના કર્મીને લૂંટવામાં આવ્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અંદાજીત 80 લાખની રકમના ડાયમંડ અને સોનાની લૂંટ ચલાવી શખ્સો ફરાર થઇ ગયા છે.

મળતી માહિતી મુજબ, પાલનપુરથી મહેસાણા આવતી એસટી બસમાં આંગડીયા પેઢીના 6 કર્મીઓ સવાર હતા. તે દરમિયાન ઉનાવા પાસેથી 9 બંદુક ધારી શખ્સો મુસાફર બનીને બસમાં બેઠા હતા.

મેહસાણા અમદાવાદ હાઇવે પર આવેલા વોટર પાર્ક પાસે આ 9 શખ્સો દ્વારા આ બસને હાઇજેક કરી લેવામાં આવી હતી. ત્યારે એક શખ્સે ડ્રાઇવરને બંદુક બતાવી બસ ઉભી રાખવા કહ્યું અને બસ ઉભી રહેતા ડ્રાઇવરને બસની લાઇટો બંધ કરવાનું જણાવ્યું હતું. બંદુક બતાવી અંદાજે 80 લાથી 1 કરોડના ડાઇમંડ અને સોનાની  લુંટ ચલાવી હતી. આ 9 શખ્સોએ લુંટ ચલાવ્યા બાદ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.