Not Set/ નવલી નવરાત્રિની જામી રંગત : ગુજરાતનાં વિવિધ શહેરોમાં આવા અનુઠા-અવનવા રમાય છે ગરબા

નવલી નવરાત્રિની રંગત જામી ચૂકી છે.કારણ કે હવે તો વરસાદે પણ વિદાય લઇ લીધી છે.ખેલૈયાઓ મનમૂકીને ઝૂમી રહ્યા છે.ત્યારે સમગ્ર ગુજરાતની શેરી ગલીઓમાં જામી નવલી નવરાત્રિની રમઝટ.ત્યારે ચાલો જોઇએ ગુજરાતના શેરી ગરબા… અમરેલી શેરી ગરબાના ગરબામાં સૌથી પહેલા જોઇશુ અમરેલીની શેરી ગલીઓના ગરબા. અમરેલીના લાઠીમાં છેલ્લા 39 વર્ષોથી માલધારી સમાજના યુવાનો અને બાળાઓ દ્વારા ભરવાડી […]

Gujarat Others
WhatsApp Image 2019 10 02 at 23.20.35 નવલી નવરાત્રિની જામી રંગત : ગુજરાતનાં વિવિધ શહેરોમાં આવા અનુઠા-અવનવા રમાય છે ગરબા

નવલી નવરાત્રિની રંગત જામી ચૂકી છે.કારણ કે હવે તો વરસાદે પણ વિદાય લઇ લીધી છે.ખેલૈયાઓ મનમૂકીને ઝૂમી રહ્યા છે.ત્યારે સમગ્ર ગુજરાતની શેરી ગલીઓમાં જામી નવલી નવરાત્રિની રમઝટ.ત્યારે ચાલો જોઇએ ગુજરાતના શેરી ગરબા…

અમરેલી

શેરી ગરબાના ગરબામાં સૌથી પહેલા જોઇશુ અમરેલીની શેરી ગલીઓના ગરબા. અમરેલીના લાઠીમાં છેલ્લા 39 વર્ષોથી માલધારી સમાજના યુવાનો અને બાળાઓ દ્વારા ભરવાડી પહેરવેશમાં ઢોલ નગારા,દેશી મંજીરા અને સ્થાનિક ગાયકોના સુરથી રાસ ગરબા લઇ માતાની આરાધના કરવામાં આવે છે.તો ચાલો નિહાળીએ માલધારી રાસ….

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં સિનિયર સિટીઝન દ્વારા જૂના અને પ્રાચીન ગરબા બેસીને ગાવામાં આવે છે.અને માતાજીની ભક્તિ કરવામાં આવે છે.તો આ તરફ લીંબડીના શેરી ગરબામાં કડવા પાટીદારની મહીલાઓ ગરબે રમીને માતાજીની આરાધના કરી હતી…

અમદાવાદ

મેગા સિટી અમદાવાદમાં લોકો પાર્ટી પ્લોટમાં જવાને બદલે હવે શેરી ગલીઓમાં જવાનું વધુ પસંદ કરે છે.અમદાવાદના ગોતા વિસ્તારમાં પણ ખેલૈયાઓએ ગરબા રાસ સહિત સનેડાની રમઝટ બોલાવીતો સાઉથ બોપલમાં આવેલા આર્યન ગ્લોરિયા લક્ઝુરીયસ એપાર્ટમેન્ટમાં ત્યાંના રહીશોએ ગરબાની રમઝટ જમાવી હતી. ડીજેના તાલ અને ઢોલના ધબકારા પર થનગની રહેલા ખેલૈયાઓને જોઈને વર્ષો જુના શેરી ગરબાની યાદ તાજી થઈ ગઈ…

 

સુરત હેલમેટ વિરોધ ગરબા

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશો દ્વારા શેરી ગરબીમાં પુરુષો અને મહિલાઓએ હેલ્મેટના કાયદાનો વિરોધ દર્શાવ્યો હતો…ગરબીમા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો મોટર વ્હીકલ એક્ટ કાયદાના વિરોધમાં હેલ્મેટ પહેરી ગરબે ઝુમ્યા હતા…

બારડોલી

તો આ તરફ બારડોલીમાં બીનીતા પાર્કમાં અનોખા શેરી ગરબા યોજાય છે…અહીં કોઇ પણ જાતના મ્યૂઝિક વગર મહિલાઓ તાળીઓના તાલે ગરબા ગાતી જોવા મળી…આ સાથે જ ગરબાના આયોજનમાં જન જાગૃતિ જોવા મળી હતી…રહીશોએ પ્લાસ્ટિક મુક્ત ભારતને સમર્થન આપી પ્લાસ્ટિક મુક્તિના નિયમ લીધા….

પાટણ

પાટણમાં અર્વાચીન કરતાં પ્રાચીન પરંપરા પ્રમાણેના શેરી અને સોસાયટી ગરબાની રમઝટ જામી છે…ત્યારે સિદ્ધપુરમાં નવરાત્રી મહોત્સવમાં પોતાની આગવી અદામાં મસ્ત બની યુવાનો અને યુવતીઓ ટ્રેડીશનલ ડ્રેસમાં ગરબે ઝુમી…

થરાદ

બનાસકાંઠાના થરાદમાં જાણે નવરાત્રિનો પહેલો દિવસ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા…વરસાદે વિરામ લીધા બાદ આજે ચોથા નોરતે ખેલૈયા ગરબે ઘૂમ્યા…

ભુજ

ભુજ તાલુકાના માધાપર ગામે શેરી ગરબા રંગ જમાવી રહ્યા છે..પટેલ ચોવીસીના સમૃદ્ધ એવા માધાપર ગામના જુનાવાસ અને નવાવાસ વિસ્તારમાં શેરીએ શેરીએ અને સોસાયટીઓમાં પરંપરાગત રીતે ગરબા રમાઈ રહ્યા છે…

ભાવનગર

ભાવનગરમાં કુંભારવાડા ઉત્સવ સમિતિ દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ…અહીં નાની બાળાઓ સહિત મહિલાઓએ રાસ રમી ચોથા નોરતામાં જમાવી રંગત…

બનાસકાંઠા કાંકરેજ

કાંકરેજ તાલુંકાના શિહોરી ખાતે બ્રહ્મણવાસ ખાતે બ્રાહ્મણી યુવક મંઙળ દ્રારા સુંદર આયોજન કરી બ્રહ્મણવાસ ખાતે આવેલા માતાજીના ચોકમા મહીલાઆે અને દીકરીઆે દ્રારા પરમ પરાગત રીતે માતાજીના ચાચર ચોકમા ગરબે રમી હતી અને ગરબાઆેની રમઝટ જામાવી હતી.

જૂનાગઢ

જૂનાગઢમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા આયોજીત ગરબામાં ખાસ નાની-નાની બાળાઓએ ગરબે ઝૂમી…

જામનગર જેલમાં ગરબા

જામનગરની જિલ્લા જેલમાં નવરાત્રીના નવ દિવસ કેદીઓ માટે માતાજીની આરાધના સાથે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું.જેલ સુધારણા કાર્યક્રમ હેઠળ નવરાત્રીમાં દરરોજ બે કલાક કેદીઓ માટે જેલની અંદર ગરબાનું આયોજન જેલ તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે…