Covid-19/ રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, પરંતુ મોતનો આંક હજુ પણ ચિંતાજનક

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. જે એક સારી બાબત છે. પરંતુ હજુ પણ ચિંતા ઉપજાવે તેવી બાબત એ છે કે રાજ્યમાં હજુ પણ મોતનો આંક મોટો છે

Top Stories Gujarat
Untitled 23 રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો, પરંતુ મોતનો આંક હજુ પણ ચિંતાજનક

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. જે એક સારી બાબત છે. પરંતુ હજુ પણ ચિંતા ઉપજાવે તેવી બાબત એ છે કે રાજ્યમાં હજુ પણ મોતનો આંક મોટો છે. રાજ્યમાં કોરોના કેસ ઘટતાં સરકારી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે 2,502 કેસ નોંધાયા છે.  જ્યારે છેલ્લા 24 કલાકમાં 28 લોકોનાં મોત થયા છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 7487 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં 874 કેસ, વડોદરા 404 કેસ, ગાંધીનગર 94 કેસ, વડોદરા ગ્રામ્ય 142 કેસ, સુરત 87, સુરત ગ્રામ્યમાં 68 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ઘટતાં કોરોના કેસને લઈ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. હાલમાં રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 33,631 છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 12,09,309 પહોંચ્યો  છે. રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 11,61,305 છે.

રાજ્યમાં ચાલી રહેલા વેકસીનેશન આંક આજે 10 કરોડને પાર પહોંચી ગયું છે. જેને લઈને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદમાં કાર્યક્રમ યોજ્યો હતો. અમદાવાદ જિલ્લામાં વેકસીનેશનની વાત કરીએ તો પ્રથમ ડોઝ 119 ટકા થયો છે . તો બીજો ડોઝ 115 ટકા થયો છે. આ સિવાય 15 થી 18 વર્ષના બાળકોની રસીની કામગીરી 60 ટકાએ પહોંચી છે. જ્યારે બુસ્ટર ડોઝની કામગીરી 65 ટકાએ પહોંચી છે.

ગુજરાત / રાજ્યમાં આજે વેકસીનેશન આંક 10 કરોડને પાર પહોંચ્યું :આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ

Success / શાળામાંથી ડ્રોપઆઉટ થી લઈ 100 કલાકમાં 6000 કરોડની ડીલ, જાણો ગૌતમ અદાણીના 10 રસપ્રદ તથ્યો

જ્યોતિષ / 18 ફેબ્રુઆરીએ શનિ નક્ષત્ર બદલશે, આ 4 રાશિઓને થશે સૌથી વધુ ફાયદો

ગુપ્ત નવરાત્રી / ગુપ્ત નવરાત્રિની અષ્ટમી તિથિ 8 અને 9 ફેબ્રુઆરીએ થશે, આ ઉપાયો કરવાથી દુર્ભાગ્ય દૂર થશે

આસ્થા / 13 ફેબ્રુઆરી સુધી રહેશે સૂર્ય અને શનિનો યોગ, આ 2 રાશિઓને મળશે શુભ પરિણામ

Life Management / રાજાએ સાધુને રાજપાટ સોંપ્યું, બાદમાં સાધુએ તે રાજાને નોકર બનાવ્યો… પછી શું થયું?