Not Set/ સુરત/ દુકાનમાંથી ગાયબ થઇ 250 કિલો ડુંગળી, ભાવ વધતા ચોરીની ઘટના વધી

આવા સમયે જ્યારે ડુંગળી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે, ત્યારે ગુરુવારે પચીસ હજાર રૂપિયાની 250 કિલો ડુંગળીની ચોરી થઈ હતી. આ બનાવ સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારની શાકભાજીની દુકાનની બહાર બન્યો હતો. દુકાનમાં કામ કરતા અમિત કનોજિયાએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, “હંમેશની જેમ, અમે બુધવારે રાત્રે દુકાનની બહાર 50-50 કિલો ડુંગળીની […]

Gujarat Surat
Untitled 89 સુરત/ દુકાનમાંથી ગાયબ થઇ 250 કિલો ડુંગળી, ભાવ વધતા ચોરીની ઘટના વધી

આવા સમયે જ્યારે ડુંગળી 100 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે, ત્યારે ગુરુવારે પચીસ હજાર રૂપિયાની 250 કિલો ડુંગળીની ચોરી થઈ હતી. આ બનાવ સુરત શહેરના પાલનપુર પાટિયા વિસ્તારની શાકભાજીની દુકાનની બહાર બન્યો હતો. દુકાનમાં કામ કરતા અમિત કનોજિયાએ આ માહિતી આપી હતી.

તેમણે કહ્યું, “હંમેશની જેમ, અમે બુધવારે રાત્રે દુકાનની બહાર 50-50 કિલો ડુંગળીની પાંચ બોરીઓ રાખી હતી. જો કે, પચીસ હજાર રૂપિયાની કિંમતી ડુંગળી પહેલીવાર ચોરી થઈ છે.

“કનોજીયાએ જણાવ્યું હતું કે ડુંગળીના ભાવ વધારાને કારણે ચોરી થઈ શકે છે. કનોજીયાના જણાવ્યા મુજબ દુકાનદારે પોલીસમાં હજી સુધી એફઆઈઆર નોંધાવી નથી. ગુજરાતના મોટા શહેરોમાં ડુંગળીના ભાવ નેવુંથી માંડીને સો રૂપિયા સુધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.