Not Set/ સુરતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સિક્યુરિટીના મુદ્દે સામસામે

સુરતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હવે ઇવીએમ જ્યાં મૂકાયા છે એવા સ્ટ્રોંગરૂમની બહાર સિક્યુરિટીના મુદ્દે સામસામે આવી ગયા છે. લિંબાયત વિધાનસભાના ઇ.વી.એમ. પીપલોદમાં એસવીએનઆઇટીમાં રાખવામાં આવ્યા છે. લિંબાયત વિધાનસભાના કોંગ્રેસી ઉમેદવારે સ્ટ્રોંગરૂમની બહાર કોંગ્રેસના માણસોને મૂકવાની અરજી કરી હતી. જે અરજી ગ્રાહ્ય રખાતા કેટલાંક કાર્યકરો સ્ટ્રોંગરૂમની બહાર ઊભા રખાયા છે. રવિન્દ્ર પાટીલના બે માણસો 24 […]

Gujarat
Gujarat assembly elections 2017 EVMs સુરતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સિક્યુરિટીના મુદ્દે સામસામે

સુરતમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હવે ઇવીએમ જ્યાં મૂકાયા છે એવા સ્ટ્રોંગરૂમની બહાર સિક્યુરિટીના મુદ્દે સામસામે આવી ગયા છે. લિંબાયત વિધાનસભાના ઇ.વી.એમ. પીપલોદમાં એસવીએનઆઇટીમાં રાખવામાં આવ્યા છે. લિંબાયત વિધાનસભાના કોંગ્રેસી ઉમેદવારે સ્ટ્રોંગરૂમની બહાર કોંગ્રેસના માણસોને મૂકવાની અરજી કરી હતી. જે અરજી ગ્રાહ્ય રખાતા કેટલાંક કાર્યકરો સ્ટ્રોંગરૂમની બહાર ઊભા રખાયા છે.

રવિન્દ્ર પાટીલના બે માણસો 24 કલાક સ્ટ્રોંગરૂમની બહાર પહેરો ભરી રહ્યા છે. જેની સામે ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલે ચૂંટણી અધિકારીને અરજી કરીને કોંગ્રેસની ખાનગી સિક્યુરિટી સ્ટ્રોંગરૂમની બહારથી ખસેડવા માગ કરી છે. સંગીતા પાટીલે કલેકટરને એક અરજી કરીને એવી માગ કરી હતી કે કોંગ્રેસની પ્રાઇવેટ સિક્યુરિટી દૂર કરવામાં આવે. કેમકે, ઇવીએમ માટે સરકાર સુરક્ષા પુરી પાડતી હોય છે.

કોંગ્રેસ પાર્ટીએ જે માણસો મૂકયા છે, તે ઇવીએમને નુકશાન પહોંચાડી શકે છે. ઉપરાંત ઉમેદવારે સિક્યુરિટીનો ખર્ચ ચૂંટણી અધિકારી સમક્ષ બતાવ્યો છે કે, કેમ એની પણ તપાસ કરવામાં આવે. જે અંગે સંગીતા પાટીલનો અમારી ચેનલ દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો અને મુલાકાત માટે ના પાડી દીધી હતી. ત્યારે બીજી બાજુ કોંગ્રેસના ઉમેદવાર રવિન્દ્ર પાટીલે બીજી એક અરજી કરીને સ્ટ્રોંગરૂમની બહાર ઝામર લગાવવા જણાવ્યુ હતુ. જેથી ઇન્ટરનેટ મારફત પણ વોટિંગ મશીન સાથે કોઈ છેડછાડ ના થાય.