Not Set/ ભાજપાના કાર્યકરો ચોકલેટ અને પ્રચાર સાહિત્યનું વિતરણ કરી આચારસંહિતાનો કરી રહયા છે ભંગ

વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠકમાં નાગરવાડા વિસ્તારમાં ભાજપાના કાર્યકરો દ્વારા શહેરના ચોકલેટ અને ચૂંટણી સાહિત્યનું વિતરણ કરાતાં હોબાળો મચ્યો હતો. જે અંગે ચૂંટણી અધિકારીએ ભાજપનાં ત્રણ કાર્યકરોને પોલીસ હવાલે કરી દેતા ભાજપા કાર્યકરોએ હંગામો મચાવી મૂક્યો હતો. તારીખ 14 ડિસેમ્બરે ચૂંટણી છે. મતદાનના 48 કલાક પૂર્વે એટલે કે, મંગળવારે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચાર બંધ થઇ […]

Gujarat
bjp ktDG ભાજપાના કાર્યકરો ચોકલેટ અને પ્રચાર સાહિત્યનું વિતરણ કરી આચારસંહિતાનો કરી રહયા છે ભંગ

વડોદરાની રાવપુરા વિધાનસભા બેઠકમાં નાગરવાડા વિસ્તારમાં ભાજપાના કાર્યકરો દ્વારા શહેરના ચોકલેટ અને ચૂંટણી સાહિત્યનું વિતરણ કરાતાં હોબાળો મચ્યો હતો. જે અંગે ચૂંટણી અધિકારીએ ભાજપનાં ત્રણ કાર્યકરોને પોલીસ હવાલે કરી દેતા ભાજપા કાર્યકરોએ હંગામો મચાવી મૂક્યો હતો. તારીખ 14 ડિસેમ્બરે ચૂંટણી છે. મતદાનના 48 કલાક પૂર્વે એટલે કે, મંગળવારે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચાર બંધ થઇ ગયો હતો.

આમ છતાં ભાજપાના કેટલાંક કાર્યકરો ચોકલેટ અને પ્રચાર સાહિત્યનું વિતરણ કરી રહ્યા હતા. આ અંગેની જાણ ચૂંટણી અધિકારીને થતાં ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરી રહેલા ભાજપાના કાર્યકરો કિશોર રાણા, નારણભાઇ રાણા સહિત 3 કાર્યકરોને ચૂંટણી સાહિત્ય સાથે કારેલીબાગ પોલીસના હવાલે કરી દીધા હતા. પોલીસે અટકાયત કરી હોવાની જાણ ભાજપાના કાર્યકરોને થતાં તેઓ પોલીસ મથકે પહોંચી ગયા હતા અને કાર્યકરોને છોડી મૂકવા માટે પોલીસ ઉપર દબાણ કરી હોબાળો મચાવી મૂક્યો હતો.

આ સાથે રાવપુરા વિધાન સભા બેઠકના ભાજપાના ઉમેદવાર રાજેન્દ્ર ત્રિવેદી પણ પોલીસ મથકે દોડી ગયા હતા. અને ભાજપાના કાર્યકરોને પોલીસના હવાલે કરનાર અધિકારીનો ઉધડો લઇ નાંખ્યો હતો. જોકે, મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસ અને લશ્કરી જવાનોએ દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો. આ સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસનાં મહિલા કાઉન્સિલરે ભાજપનાં કાર્યકરો સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.