Not Set/ અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું.

અમદાવાદ એરપોર્ટ વિસ્તારનો એર ક્વોલિટી ઈન્ડેક્સ રવિવારે અતિ ગંભીર કક્ષાએ પહોંચ્યો છે. સૌથી વધુ ગ્રીન કવરવાળા આ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ એકાએક વધવાના કારણો અંગે નિષ્ણાંતો પણ મૌન સેવી રહ્યાં છે. પણ એક કારણ હવાની દિશા બદલાવવાના કારણે ડસ્ટ વધતા આ સ્થિતિ સર્જાઈ હોવાનુ મનાઈ રહ્યું છે. પીરાણા સહિતના અન્ય તમામ વિસ્તારો કરતા એરપોર્ટનો એર ક્વોલિટી […]

Gujarat
12BMAIR 1 અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ વધ્યું.

અમદાવાદ એરપોર્ટ વિસ્તારનો એર ક્વોલિટી ઈન્ડેક્સ રવિવારે અતિ ગંભીર કક્ષાએ પહોંચ્યો છે. સૌથી વધુ ગ્રીન કવરવાળા આ વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ એકાએક વધવાના કારણો અંગે નિષ્ણાંતો પણ મૌન સેવી રહ્યાં છે. પણ એક કારણ હવાની દિશા બદલાવવાના કારણે ડસ્ટ વધતા આ સ્થિતિ સર્જાઈ હોવાનુ મનાઈ રહ્યું છે. પીરાણા સહિતના અન્ય તમામ વિસ્તારો કરતા એરપોર્ટનો એર ક્વોલિટી ઈન્ડેક્સ 354 સુધી પહોંચ્યો હતો. સોમવારે પણ આ પ્રમાણ અતિ ગંભીર રહેવાની ચેતવણી દર્શાવાઈ છે. જો કે, એરપોર્ટ પર વિઝિબિલિટી ત્રણ હજારથી ચાર હજાર મીટરની હોવાનું જાણ‌વા મળ્યું છે પણ આ વિસ્તારમાં ડસ્ટના કારણે પ્રદૂષણ એકાએક વધ્યું હોવાની શક્યતા નકારાતી નથી.