Not Set/ આ યુવતીઓ ટ્રેન ચલાવીને વધારી રહી છે ગુજરાતનું ગૌરવ

21મી સદીમાં મહિલાઓ હવે એકપણ ફિલ્ડમાં પાછળ નથી. ત્યારે રાજકોટ રેલ્વે ડિવિઝનમાં પણ હાલ બે મહિલા ટ્રેઈન લોકો પાઇલોટ તરીકે કામ કરે છે અને હાલ રાજકોટથી અનેક રૂટ પર ટ્રેન ચલાવે છે। નવાઈની બાબત તો એ છે કે આખા ગુજરાતમાં આ માત્ર બે જ મહિલા ટ્રેન એન્જીન પાઇલોટ છે જેનું પશ્ચિમ રેલવેને પણ ગૌરવ છે. […]

Top Stories
rjt relve આ યુવતીઓ ટ્રેન ચલાવીને વધારી રહી છે ગુજરાતનું ગૌરવ

21મી સદીમાં મહિલાઓ હવે એકપણ ફિલ્ડમાં પાછળ નથી. ત્યારે રાજકોટ રેલ્વે ડિવિઝનમાં પણ હાલ બે મહિલા ટ્રેઈન લોકો પાઇલોટ તરીકે કામ કરે છે અને હાલ રાજકોટથી અનેક રૂટ પર ટ્રેન ચલાવે છે। નવાઈની બાબત તો એ છે કે આખા ગુજરાતમાં આ માત્ર બે જ મહિલા ટ્રેન એન્જીન પાઇલોટ છે જેનું પશ્ચિમ રેલવેને પણ ગૌરવ છે.

ભાવના ગોમે અને સરિતા ખુશવાહ રેલ્વેના રાજકોટ ડિવિઝનનું ગૌરવ વધારી રહી છે. કારણ કે આ બંને  હાલ મહિલા લોકો પાઇલોટ તરીકે કામ કરે છે અને તેઓ આખા ગુજરાતના માત્ર બે જ મહિલા લોકો પાઇલોટ છે.

rjt relvv આ યુવતીઓ ટ્રેન ચલાવીને વધારી રહી છે ગુજરાતનું ગૌરવ

સરિતા અને ભાવના હાલ રાજકોટથી ઘણી એક્સ્પ્રેસ ટ્રેન એક રૂટથી બીજા રૂટ પર ચલાવે છે. મૂળ મધ્ય પ્રદેશ ઉજ્જૈનના ભાવના ગોમે નાની ઉંમરના હતા ત્યારે જ ઘર પાસેથી ટ્રેન પસાર થતી ત્યાર થી જ સ્વપ્ન જોતા હતા કે એક દિવસ ટ્રેઈન પાઇલોટ બનવું છે હવે તેમનું સ્વપ્ન પૂરું થયું છે.

rjt relvee આ યુવતીઓ ટ્રેન ચલાવીને વધારી રહી છે ગુજરાતનું ગૌરવ

તે રાજકોટ ડીવીઝનમા જામનગર બેઇઝ છે અને અનેક રૂટ આસિસ્ટન્ટ લોકો પાઇલોટ તરીકે ફરજ બજાવે છે. તો સાથે સરિતા ખુશવાહને માલગાડી અને પેસેન્જર ટ્રેન બંને ચાલવાનો અનુભવ ધરાવે છે.

રેલ્વે જોઈન કર્યા બાદ બંનેએ રતલામ અને ત્યારબાદ ઉદયપુર ખાતે ટ્રેઇનિંગ લીધી હતી અને પણ રેલ્વેમાં જે નવી અપડેટેડ સિસ્ટમ આવે છે તેની માહિતી અને ટ્રેઇનિંગ પણ મેળવતા જાય છે. આ અબાનને  રાજકોટ વિરમગામ, રાજકોટ, સોમનાથ, રાજકોટ ઓખા જેવી અનેક ટ્રેનમાં લોકો પાઇલોટ તરીકે ટ્રેન ચલાવી ચુક્યા છે.