Not Set/ અમદાવાદ-ગોવા માટે આજથી ST વોલ્વો બસ દોડશે, આટલું ચુકવવું પડશે ભાડું

અમદાવાદ, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ મુસાફરોને સારી સેવા મળી રહે તે માટે ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આજથી એટલે કે 23મી જાન્યુઆરીથી અમદાવાદથી હરીદ્વાર, વારાણસી અને ગોવાની વોલ્વો બસ શરૂ શરૂ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે નવી બસોને લીલીઝંડી આપશે. આ સાથે જ એસટી વિભાગમાં […]

Ahmedabad Gujarat
mantavya 412 અમદાવાદ-ગોવા માટે આજથી ST વોલ્વો બસ દોડશે, આટલું ચુકવવું પડશે ભાડું

અમદાવાદ,

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમ મુસાફરોને સારી સેવા મળી રહે તે માટે ગુજરાતના વિવિધ શહેરોને જોડતી વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આજથી એટલે કે 23મી જાન્યુઆરીથી અમદાવાદથી હરીદ્વાર, વારાણસી અને ગોવાની વોલ્વો બસ શરૂ શરૂ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે નવી બસોને લીલીઝંડી આપશે. આ સાથે જ એસટી વિભાગમાં નવા પસંદ કરાયેલા 1954 કંડક્ટરોને નિમણૂંક પત્ર પણ આપવામાં આવશે.

અમદાવાદથી વારાણસી, હરિદ્વાર અને ગોવાનું ભાડું અંદાજે રૂપિયા 3315, રૂપિયા 2696 અને રૂપિયા 3320 રહેશે.વારાણસી માટે એસટીની વોલ્વો બસ સાંજે આઠ વાગ્યે ઉપડશે.

અમદાવાદથી વારાણસી પહોંચવા માટે ટ્રેનમાં જેટલો સમય લાગે છે તેના પહેલા એસટીની બસ વારાણસી પહોંચી જશે.બસમાં અંદાજે 33 કલાક જેટલો સમય લાગશે.

વારાણસી માટે રૂપિયા 3315 ભાડું ચુકવવું પડશે. આ ઉપરાંત હરિદ્વાર માટે સવારે 11 વાગ્યે બસ ઉપડશે. આ બસ બીજા દિવસે સાંજે પાંચ વાગ્યે હરિદ્વાર પહોંચશે.

આ માટે મુસાફરે રૂપિયા 2696 ભાડું ચુકવવાનું રહેશે.ચંદીગઢ, માટે પણ વોલ્વો બસ શરૂ કરવામાં આવશે. ચંદીગઢ માટે રૂપિયા 2425 ભાડું ચુકવવું પડશે. આ માટે બસ બપોરે બે વાગ્યે ઉપડશે જે ત્રીજા દિવસે સવારે નવ વાગ્યે ચંદીગઢ પહોંચાડશે.