Not Set/ સુરતમાં બાઇક લૂંટારૂ ગેન્ગ બની બેફામ, મહિલાનું પર્સ લઇ અજાણ્યા શખ્સો ફરાર

મંતવ્ય ન્યૂઝ, સુરતમાં બાઇક પર આવતી લૂંટારૂ ગેન્ગનો ત્રાસ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે. ફરી એકવાર સુરતના ખટોદરા વિસ્તારમાં આવી લૂંટારૂ ગેન્ગનો ભોગ એક મહિલા બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ભટાર વિસ્તારમાં આવેલા વૈશાલી એપાર્ટમેન્ટ માં રહેતા પિંકીબેન બોહરા બાઈકર  ગેંગનો ભોગ બન્યા છે. પ્રાપ્ત વિગત મુજબ ખટોદરા વિસ્તારમાં આવેલા રાજ ઓલમ્પિયા […]

Gujarat Surat
Purse snatching સુરતમાં બાઇક લૂંટારૂ ગેન્ગ બની બેફામ, મહિલાનું પર્સ લઇ અજાણ્યા શખ્સો ફરાર

મંતવ્ય ન્યૂઝ,

સુરતમાં બાઇક પર આવતી લૂંટારૂ ગેન્ગનો ત્રાસ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે. ફરી એકવાર સુરતના ખટોદરા વિસ્તારમાં આવી લૂંટારૂ ગેન્ગનો ભોગ એક મહિલા બની છે. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના ભટાર વિસ્તારમાં આવેલા વૈશાલી એપાર્ટમેન્ટ માં રહેતા પિંકીબેન બોહરા બાઈકર  ગેંગનો ભોગ બન્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ ખટોદરા વિસ્તારમાં આવેલા રાજ ઓલમ્પિયા શોપિંગ સેન્ટર માંથી શોપિંગ કરી પિંકી બેન પરત ફરી રહ્યા હતા અને શોપિંગ સેન્ટરની નજીક રોડ પર ફેરિયા પાસે ઉભા રહી ખરીદી કરી રહ્યા હતા. તે દરમ્યાન મોટરસાયકલ પર સવાર ત્રણ અજાણ્યા લૂંટારૂ પિંકી બેનની પાછળથી આવી તેમના પર્સને આંચકી ફરાર થઇ ગયા હતા. પિંકી બેને બુમો પાડી તેમની પાછળ દોડ્યા હતા પરંતુ લૂંટારૂઓ પળવારમાં ત્યાંથી ફરાર થઇ ગયા હતા. આ ઘટના અહીં લાગેલા એક સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.

આ બાદ ભોગ બનનાર મહીલાએ  ખટોદરા પોલીસ મથકમાં પર્સમાં રહેલા રૂ 9 હાજર અને મોબાઈલ ફોન મળી કુલ 24 હજારથી વધુની લૂંટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરુ કરી છે.