Not Set/ પોલીસે પ્રીએક્ટિવ સીમ વેંચતો ઈસમ ઝડપ્યો, ID પ્રૂફ ન આપનારને ઊંચા ભાવે સીમકાર્ડ વેચતો

સુરત, સુરત SOG પોલીસે ઉંચા ભાવે પ્રીએક્ટિવ સીમકાર્ડ વેચનારને ઝડપી લીધો છે. મુસ્તાક મુનિર શેખ નામનો શખ્સ ગ્રાહકોનાં ID પ્રૂફ લઈ પોતાના મોબાઈલ ફોનમાં સ્કેન કરી લેતો હતો અને કંપનીઓમાં ઓનલાઈન વેરિફિકેશન કરાવતો હતો. ત્યાર બાદ ID પ્રૂફ ન આપનારાઓ પાસેથી વધારાના પૈસા લઈ પ્રીએક્ટિવ સીમકાર્ડ વેંચતો હતો. આ મામલે પોલીસને બાતમી મળતા પોલીસે બોબી […]

Gujarat Surat
mantavya 194 પોલીસે પ્રીએક્ટિવ સીમ વેંચતો ઈસમ ઝડપ્યો, ID પ્રૂફ ન આપનારને ઊંચા ભાવે સીમકાર્ડ વેચતો

સુરત,

સુરત SOG પોલીસે ઉંચા ભાવે પ્રીએક્ટિવ સીમકાર્ડ વેચનારને ઝડપી લીધો છે. મુસ્તાક મુનિર શેખ નામનો શખ્સ ગ્રાહકોનાં ID પ્રૂફ લઈ પોતાના મોબાઈલ ફોનમાં સ્કેન કરી લેતો હતો અને કંપનીઓમાં ઓનલાઈન વેરિફિકેશન કરાવતો હતો.

ત્યાર બાદ ID પ્રૂફ ન આપનારાઓ પાસેથી વધારાના પૈસા લઈ પ્રીએક્ટિવ સીમકાર્ડ વેંચતો હતો. આ મામલે પોલીસને બાતમી મળતા પોલીસે બોબી પાન હાઉસમાં દરોડા પાડ્યા હતા.

જે દરમિયાન પોલીસે આરોપી પાસેથી બે પ્રીએક્ટિવ સીમ કાર્ડ, ત્રણ મોબાઈલ ફોન કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે… પોલીસ મુજબ પૈસાની લાલચમાં સીમકાર્ડ વેંચતા આ ઈસમો સામાન્ય લોકો માટે મોટો જોખમ ઉભો કરે છે.

કારણકે આવા દુકાનદારોને કારણે ગુનેગારો સરળતાથી સીમકાર્ડ ખરીદી ગુનો આચરી શકે છે. તેમજ ID પ્રૂફનાં અભાવે પોલીસની પકડથી પણ છટકી જાય છે.