Not Set/ દીપડાની હત્યાના આરોપીને વનવિભાગે ઢોર માર મારતા આત્મહત્યાનો કર્યો પ્રયાસ

દીપડાની હત્યાના આરોપીને વન વિભાગે ઢોર મારતા તેણે એસિડ પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.વાંસદાના કમલજેરી ગામના સૂરજ ભોયે નામના વ્યક્તિએ વનવિભાગના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.સૂરજને ગંભીર હાલતમાં વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોમવારે સાંજે વાસદા પાસેના જંગલમાં મરેલી હાલતમાં દીપડો મળી આવ્યો હતો. દીપડાના મોત પછી મંગળવારે વનવિભાગે 30 વર્ષના […]

Gujarat Others
amahi 5 દીપડાની હત્યાના આરોપીને વનવિભાગે ઢોર માર મારતા આત્મહત્યાનો કર્યો પ્રયાસ

દીપડાની હત્યાના આરોપીને વન વિભાગે ઢોર મારતા તેણે એસિડ પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.વાંસદાના કમલજેરી ગામના સૂરજ ભોયે નામના વ્યક્તિએ વનવિભાગના માનસિક ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો છે.સૂરજને ગંભીર હાલતમાં વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

સોમવારે સાંજે વાસદા પાસેના જંગલમાં મરેલી હાલતમાં દીપડો મળી આવ્યો હતો. દીપડાના મોત પછી મંગળવારે વનવિભાગે 30 વર્ષના સૂરજ ભોયે નામના વ્યક્તિની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી હતી.

સૂરજ ખાનગી કંપનીમાં નોકરી કરે છે સાથે સાથે  આસપાસના ગામોમાં ડુક્કર પકડવા માટે જાય છે. જેને લઇને વનવિભાગે દીપડાને માર્યો હોવાની શંકા રાખી તેની અટકાયત કરી હતી. જો કે, ત્યારબાદ તેને વનવિભાગે છોડી મૂક્યો હતો.

શનિવારે સવારે ફરી એક વખત વનવિભાગે સૂરજ ભોયેને તેના ઘરે જઈ અટકાયત કરી હતી અને કચેરીમાં બોલાવી પૂછપરછ હાથ ધરી હતી.

પૂછપરછ દરમિયાન વનવિભાગે સૂરજને બેરહેમીપૂર્વક ઢોરમાર માર્યો હતો. જેમાં તેને પગના ભાગે ઇજા પહોંચી હતી. વારંવાર તેના પર દીપડાને મારવાનો આક્ષેપ કરી તેના અંગો જેવા કે, આંખ, દાંત વગેરે ક્યાં છૂપાવ્યાં છે, તેવું અધિકારીઓ પૂછતા હતા. જેને લઇને ત્રાસી ગયેલા સૂરજે વનવિભાગની કચેરીના બાથરૂમમાં જ એસિડ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ પોલીસ સૂરજનું નિવેદન લેવા હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં પોલીસે મામલતદાર અધિકારીની હાજરીમાં સૂરજનું નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.