Not Set/ આઠ લાખની લાંચ લેતા આઈટીના આસિસ્ટન્ટ કમિશનર સહીત ચારને ACB એ ઝડપ્યા 

અમદાવાદ: અમદાવાદ આવકવેરા વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા ક્લાસ વન ઓફિસર રૂપિયા આઠ લાખની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાય ગયા છે. આ છટકામાં આસિસ્ટન્ટ કમિશનર તેમજ એક મહિલા સહીત ચાર વ્યક્તિને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં આવકવેરા વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારી સુરેશચંદ્ર મીના […]

Top Stories Ahmedabad Gujarat Trending
Taking the bribe of eight lakhs, Assistant Commissioner of Income Tax including Four arrested by ACB

અમદાવાદ: અમદાવાદ આવકવેરા વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા ક્લાસ વન ઓફિસર રૂપિયા આઠ લાખની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાય ગયા છે. આ છટકામાં આસિસ્ટન્ટ કમિશનર તેમજ એક મહિલા સહીત ચાર વ્યક્તિને એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદમાં આવકવેરા વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારી સુરેશચંદ્ર મીના સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)માં લાંચ માંગવાના મામલે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના અંતર્ગત એસીબી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

ACB દ્વારા ગોઠવેલી આ ટ્રેપમાં આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનર સુરેશચંદ્ર મીના લાંચ લેતા રંગે હાથ ઝડપાય ગયા હતા. આસિસ્ટન્ટ કમિશનર સુરેશચંદ્ર મીનાની સાથે સાથે એસીબીએ આ મામલામાં એક મહિલા સહિત ચાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

એસીબી દ્વારા આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ કમિશનર મીણા ઉપરાંત અન્ય ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આવકવેરા વિભાગમાં ફરજ બજાવતા સુનિલ પટણી નામના વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. જયારે અન્યમાં સી.એ. તરીકે કામગીરી કરતો સુમિત શ્યામસુંદર સિંઘાનિયા એક ખાનગી વ્યક્તિ છે. જયારે ચોથી વ્યક્તિ મહિલા છે તે સુમિત સિંઘાનિયાની પત્ની નમિતાબેન સુમિત સિંઘાનીયા છે. નમિતા પણ એક સી.એ.છે. એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા આ ચારેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ આવકવેરામાં એસેસમેન્ટ ન કરવા માટે આસિસ્ટન્ટ કમિશનર સુરેશચંદ્ર મીના દ્વારા રૂપિયા આઠ લાખની લાંચ માંગવામાં આવી હતી. આ લાંચ માંગવાના કેસમાં ITના આસિસ્ટન્ટ કમિશનર સહિત ચારને એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા. જયારે આ લાંચ પ્રકરણમાં હજુ એક વ્યક્તિ ફરાર છે. એસીબી દ્વારા 8 લાખની લાંચ લેવામાં મદદગારી કરનાર પતિ-પત્ની સહિતના આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

 

એસીબીએ પકડેલા આરોપીઓ

  • સુરેશચંદ મીના આસિસ્ટન્ટ કમિશનર, વર્ગ-1, આવક વેરા વિભાગ, અમદાવાદ
  • સુનિલ પટણી, નોકરી, આવક વેરા વિભાગ, અમદાવાદ
  • સુમિત શ્યામસુંદર સિંઘાનિયા સી.એ., ખાનગી વ્યકિત
  • નમિતાબેન સુમિત સિંઘાનીયા, સી.એ., ખાનગી વ્યકિત