Not Set/ ગોંડલમાંથી શ્વાને ફાડી ખાધેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર

ગોંડલ, ગોંડલમાં એક કરુણ બનાવમાં નવજાત મૃત બાળક મળી આવ્યું હતું.ગોંડલની આશાપુરા સોસાયટી વિસ્તારમાં નવજાત મૃત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ. એટલું જ નહીં બાળકના મૃતદેહને શ્વાનોએ ફાડી ખાધો. આશાપુરા સોસાયટીમાં સવારના સુમારે રખડતાં શ્વાન એક નવજાત બાળકના મૃતદેહને ઢસડી લાવતા રહીશોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. ઘટના અંગેની જાણ સ્થાનિક લોકો દ્વારા માનવ […]

Top Stories Gujarat Others
dfsddfc 2 ગોંડલમાંથી શ્વાને ફાડી ખાધેલ નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર

ગોંડલ,

ગોંડલમાં એક કરુણ બનાવમાં નવજાત મૃત બાળક મળી આવ્યું હતું.ગોંડલની આશાપુરા સોસાયટી વિસ્તારમાં નવજાત મૃત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ. એટલું જ નહીં બાળકના મૃતદેહને શ્વાનોએ ફાડી ખાધો.
આશાપુરા સોસાયટીમાં સવારના સુમારે રખડતાં શ્વાન એક નવજાત બાળકના મૃતદેહને ઢસડી લાવતા રહીશોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
ઘટના અંગેની જાણ સ્થાનિક લોકો દ્વારા માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ તેમજ પોલીસ તંત્ર અને કરાતા ઘટના સ્થળે દોડી ગયેલ હતા.
પ્રાથમિક તપાસમાં નવજાત બાળક બે દિવસ પહેલાં જન્મેલ હોવાનું જણાવ્યું હતું પોલીસે મૃત બાળક કોનું છે કોના દ્વારા તારછોડાયું છે કે અન્ય બીજું કારણ તે અંગે તપાસ હાથ ધરી હતી.રખડતા શ્વાનો દ્વારા નવજાત બાળકના હાથ પગ તેમજ માથાના ભાગે બચકા ભરવામાં આવ્યા હોય નવજાત બાળકના મૃતદેહને જોઈ કઠણ કાળજાનો માનવી પણ પીગળી જાય તેવી પરિસ્થિતિ આશાપુરા સોસાયટીમાં ઉદભવવા પામી છ

https://youtu.be/95m5S_FMIIU

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.