Not Set/ હાર્દિક પટેલે રાજ્યપાલને લખ્યો પત્ર, રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્તિથ અંગે ચર્ચા કરવા માંગ્યો સમય

પાસ કન્વીનર હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલનના ૨૧ સભ્યોએ રાજ્યપાલ ઓ પી કોહલીને મળવા માટે એક પત્ર લખ્યો છે. પાસના નેતાઓએ રાજ્યની તાજેતરની કાયદો અને વ્યવસ્થાની સ્તિથી અંગે ચર્ચા કરવા માટે આ પત્ર લખીને સમય આપવા માંગણી કરી હતી. રાજ્યપાલને લખવામાં આવેલા આ પત્રમાં ૫ત્રમાં કોણ કોણ રાજ્યપાલને મળશે તેના નામ દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે […]

Gujarat
hardik patel હાર્દિક પટેલે રાજ્યપાલને લખ્યો પત્ર, રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્તિથ અંગે ચર્ચા કરવા માંગ્યો સમય

પાસ કન્વીનર હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલનના ૨૧ સભ્યોએ રાજ્યપાલ ઓ પી કોહલીને મળવા માટે એક પત્ર લખ્યો છે. પાસના નેતાઓએ રાજ્યની તાજેતરની કાયદો અને વ્યવસ્થાની સ્તિથી અંગે ચર્ચા કરવા માટે આ પત્ર લખીને સમય આપવા માંગણી કરી હતી.

c975278c acdc 41c4 a658 fe03fedd6d26 હાર્દિક પટેલે રાજ્યપાલને લખ્યો પત્ર, રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્તિથ અંગે ચર્ચા કરવા માંગ્યો સમય

રાજ્યપાલને લખવામાં આવેલા આ પત્રમાં ૫ત્રમાં કોણ કોણ રાજ્યપાલને મળશે તેના નામ દર્શાવવામાં આવ્યા છે. સાથે સાથે રાજ્યમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બાબતે રજુઆત કરવાનું કારણ આ૫વામાં આવ્યું છે. પાસ દ્વારા આપવામાં ૨૧ સભ્યોમાં સમગ્ર રાજ્યમાંથી જિલ્લાના કન્વીનરોનો આ પ્રતિનિધિ મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

પાટીદાર આંદોલન અંગે જણાવતા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, “રાજ્યમાં છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનને નવા વર્ષથી પુનઃ ધમધમતું કરવામાં આવશે. અમે અસત્ય અને અન્યાય સામે લડાઈ લડી રહ્યા છીએ. આંદોલન મજબૂત કરીશું. ગામડે ગામડે લોકો ને જાગૃત કરીશું. અનામત,ખેડૂત અને યુવાનોના ભવિષ્ય માટે લડવાનો નિર્ધાર કર્યો છે. તેમાં સમાજ તરફથી સાથ મળે તેવી અપેક્ષા પણ પાસ નેતાએ હતી.