Not Set/ જય આદ્યા શક્તિ ગાનાર આ મુસ્લીમ ‘ભગત’ ના કારણે વડિયાનો ડંકો દુનિયામાં ગાજે છે

વડિયા, દેશમાં ભલે આજે અનેક શહેરોમાં કોમી વાતાવરણ ડહોળાયેલું હોય પરંતું ગુજરાતના ગામોમાં ભાઇચારાના અનેક ઉદાહરણો છે.અમરેલીના એક નાના ગામમાં થઇ ગયેલ મુસ્લીમ ‘ભગત’ એવું ઉમદા ઉદાહરણ આપી ગયા છે કે વર્ષો સુધી કોમી એખલાસ જીવંત રહી શકે. અમરેલીના વડિયા ગામના મુસ્લીમ અભરામ ભગતને તેમના હિંદુ ભજનો અને આરતી માટે લાખો લોકોએ તેમના હ્રદયમાં સ્થાન […]

Gujarat

વડિયા,

દેશમાં ભલે આજે અનેક શહેરોમાં કોમી વાતાવરણ ડહોળાયેલું હોય પરંતું ગુજરાતના ગામોમાં ભાઇચારાના અનેક ઉદાહરણો છે.અમરેલીના એક નાના ગામમાં થઇ ગયેલ મુસ્લીમ ‘ભગત’ એવું ઉમદા ઉદાહરણ આપી ગયા છે કે વર્ષો સુધી કોમી એખલાસ જીવંત રહી શકે. અમરેલીના વડિયા ગામના મુસ્લીમ અભરામ ભગતને તેમના હિંદુ ભજનો અને આરતી માટે લાખો લોકોએ તેમના હ્રદયમાં સ્થાન આપ્યું છે.

સૌરાષ્ટ્રના જેતપુર નજીક આવેલા ખોબા જેવડા ગામ નવાગઢમાં એક ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલા બાળકને નામ તો મળ્યું ઈબ્રાહીમ કરીમ સુમરા પણ આજે તેમને લોકો અભરામ ભગત તરીકે ઓળખે છે.અભરામ ભગતને લોકો જય આદ્યા શક્તિ…આરતી ગાવા બદલ લોકો તેમને ઓળખે છે પરંતું તેમનું બાળપણ અત્યંત કઠીનાઇમાં પસાર થયું છે.

માંડ એક ચોપડી સુધીનો અભ્યાસ કરીને ઈબ્રાહીમ પરિવારની હાલતના કારણે શાળા છોડી દેવી પડી. ઇબ્રાહીમ નવાગઢમાં 15 વર્ષની ઉંમરે ઓઇલ મિલમાં મજૂરી કરવા જતા ત્યાં તેમનો પગ કપાયો હતો.એ પછી તેમની હાલત અપંગ જેવી બની હતી અને તેમણે ભજનો ગાવાના શરૂ કર્યા હતા.

અભરામના પુત્ર મિહિર સુમરા કહે છે કે અપંગ થયા પછી મારા પિતા તે સમયે ખેડુતોના ત્યાં જમી લેતા.નવાગઢમાં પાનની દુકાન કરી ત્યાં સામે એક મંદિર જેવું હતુ ત્યાં ભજનો ગાતા શીખ્યા.એ પછી જુનાગઢ પરિક્રમામાં ભજનો ગાવા જતા અને એ પછી તે ફેમસ થવાના શરૂ થયા હતા. પોતાના અલગારી સ્વભાવને કારણે ‘ભગત’ તરીકે ઓળખાતા ઈબ્રાહીમના નામનો ઉચ્ચાર ગામઠી બોલીમાં લોકો ‘અભરામ’ તરીકે કરતા. આ રીતે ઈબ્રાહીમનું નવું નામકરણ થયું ‘અભરામ ભગત’

અભરામના ભજનો સાંભળી વડિયાના રાજાએ તેમને કાયમી રહેવા મકાનની જમીન આપી જે વડિયા રાજાએ અભરામ ભગતને મુંબઈ લઇ ગયા અને ત્યાં તેમના ભજનોને વિશ્વમાં ચાર ચાંદ લગાવ્યા હતા અને અભરામ ભગતના નામ થી ઓળખાતા ભગત જેઓ જ્ઞાતિએ મુસલમાન એક પગે અપંગ જેઓના મુખેથી પ્રથમ વાર હિંદુ ધર્મની આરતી જય આધ્યા શક્તિ… પ્રથમ સ્વર આપેલ જે આજદિન સુધી વિશ્વમાં દેવ,દેવીઓના મંદિર અને હિંદુના મકાનોમા ગુંજી રહી છે તે આરતીને પ્રથમ સ્વર આપનાર મુસલમાન અભરામ ભગત હતા.

વૈષ્ણવ સમાજના કૃષ્ણ ભક્તિના અનેક ભજનો તેમણે ગાયા હતા.તેમના પ્રખ્યાત ભજન-ગીતોમાં કાનજી તારીમાં કહેશે અમે કાનુડો કહીશું….કર્મનો સંગાથી રાણા..ગેરે પ્રખ્યાત ભજનોના લીધે આજદિન સુધી અમરેલી જિલ્લાના વડિયા શહેરને અભરામ ભગતનું વડિયા તરીકે ઓળખે છે.અભરામ ભગતના સ્વરના ભજનો અને સંધ્યા ટાઈમે મંદિરોમાં ગુંજતી આરતી નવરાત્રીમાં ગવાતી જય અધ્યા શક્તિ વિશ્વમા પ્રખ્યાત છે.

ભજન ઉપરાંત અભરામ ભગત ‘આખ્યાન’ની કળામાં પણ માહેર હતા. નરસિંહ મહેતાનું ‘કુંવરબાઈનું મામેરું’ આખ્યાન તેમના કંઠે સાંભળવું એ અનેરો લ્હાવો ગણાતો. આખ્યાન ઉપરાંત કાવ્યપ્રકારની દ્રષ્ટિએ અલગ અલગ રીતે ગવાતી એવી આરાધ, કટારી, પ્રભાતિયા, રામગરી જેવી ભજનની અનેકવિધ ગાયકીમાં તેમણે મહારત હાંસલ કરી હતી.

1988માં તેમની અંતિમ વિદાયના 30 વર્ષ બાદ પણ તેમના ભજનોના સુર ઠેર ઠેર ગુંજી રહ્યાં છે.વડિયામાં કમલ બેકરી ચલાવતા મિહિર સુમરા કહે છે કે મારા પિતાએ અમને બે વાત શીખવી છે ધર્મમાં અંતર નહીં રાખવું અને સત્યનો સાથ છોડવો નહીં.અમે આજે પિતાની વાત પર અડગ ચાલીએ છીએ.