Not Set/ રણુજાના રાજા રામદેવ પીરના દર્શને પગપાળા નીકળ્યા હજારો શ્રદ્ધાળુઓ

અમદાવાદ, અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભક્તિનગર સર્કલ પાસે આજે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો જેની પાછળનું કારણ હતું અમદાવાદ થી રણુજા જતો હજારો લોકોનો સંઘ.ઉલ્લેખનીય છે કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં 50થી વધારે મોટરકાર અને 15થી વધારે લક્ઝરી બસ ભરીને રણુજાના રામદેવપીરના શ્રદ્ધાળુ ભક્ત દ્વારા સંગ ઉપાડવામાં આવ્યો. આ સંઘમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવું દ્રશ્ય સર્જાયું […]

Ahmedabad Gujarat
aae4 13 રણુજાના રાજા રામદેવ પીરના દર્શને પગપાળા નીકળ્યા હજારો શ્રદ્ધાળુઓ

અમદાવાદ,

અમદાવાદના નિકોલ વિસ્તારમાં ભક્તિનગર સર્કલ પાસે આજે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો જેની પાછળનું કારણ હતું અમદાવાદ થી રણુજા જતો હજારો લોકોનો સંઘ.ઉલ્લેખનીય છે કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં 50થી વધારે મોટરકાર અને 15થી વધારે લક્ઝરી બસ ભરીને રણુજાના રામદેવપીરના શ્રદ્ધાળુ ભક્ત દ્વારા સંગ ઉપાડવામાં આવ્યો.

આ સંઘમાં ન ભૂતો ન ભવિષ્યતિ એવું દ્રશ્ય સર્જાયું હતું.રણુજાના રામદેવ પીર ને માનતા નિકોલના અંબાલાલ પટેલ અને તેમના પરિવાર દ્વારા છેલ્લા બાર વર્ષથી પગપાળા રામદેવપીરજીના દર્શન કરવા માટે રણુજા જતા હતા.

જેમાં આ વખતે તેમણે ઉજવણી પેટે હજારોની માત્રામાં શ્રદ્ધાળુઓને રણુજા રામદેવપીર ના દર્શન માટે લઈ જવા માટે સંઘ નું આયોજન કર્યું હતું.સંઘમાં જોડાનારા તમામ ભક્તોને માટે વાહનની વ્યવસ્થા તથા જમવાની વ્યવસ્થા સહિત તમામ વ્યવસ્થાઓ અંબાલાલ પટેલ ના પરિવાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવી હતી.

નિકોલમાં આજે આ સંઘ રણુજા જવા માટે નીકળ્યો હતો અને ત્રણ દિવસના પ્રવાસ બાદ રણુજા થી આસંગ પરત આવવાનો છે. ત્યારે અંબાલાલ પટેલ ના પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવેલા આ સંતોને લઈને હજારો પબ્લિક માં ભક્તિની લહેર જોવા મળી રહી હતી.

રામદેવપીરની આરતી અને ભજન કર્યા બાદ નિકોલ થી રણુજા ના સંઘને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ સંઘમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન