Rajkot Gaming Zone Tragedy/ રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો મામલો, 20 મૃતકો સોંપાયા, 16 પુરુષો અને 4 મહિલાના DNA મેચ

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડના કેસમાં કુલ 13 મૃતકોની સોંપણી કરવામાં આવી છે. ઘટનાના ત્રીજા દિવસે 13 મૃતદેહો સોંપવામાં આવ્યા હતા . પરાપીપળીયા ગામના યુવાનનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

Gujarat Gandhinagar Rajkot
Beginners guide to 98 1 રાજકોટ ગેમઝોન અગ્નિકાંડનો મામલો, 20 મૃતકો સોંપાયા, 16 પુરુષો અને 4 મહિલાના DNA મેચ

ગાંધીનગરઃ રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં કુલ 20 મૃતકોની સોંપણી કરવામાં આવી છે. ઘટનાના ત્રીજા જ દિવસે 20 મૃતદેહો સોંપી દેવામાં આવ્યા છે. ગેમિંગ ઝોનમાં મૃત્યુ પામનારા 20માં 16 પુરુષોના અને ચાર મહિલાઓના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે. એફએસએલ દ્વારા અન્ય સેમ્પલોની ચકાસણી થઈ રહી છે. સહાયક વિજ્ઞાનની કચેરી દ્વારા આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

સામાન્ય રીતે ડીએનએ ટેસ્ટમાં કમસેકમ 48 કલાકનો સમય જતો હોય છે. અત્યાર સુધીમાં કુલ 13 લોકોના ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા પૂરી થઈ છે. અત્યાર સુધીની તમામ ઘટનાઓમાં પહેલી વખત ડીએનએ ટેસ્ટના આટલા ઝડપી પરિણામ આપવાના આવ્યા. એફએસએલની 18 સભ્યોની ટીમ દિવસ રાત કામ કરી રહી છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા પરાપીપળીયા ગામના યુવાનનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. જયંત ઉર્ફે જય અનિલભાઈ ઘોરેચાનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે. રૈયા ગામના સ્મશાનમાં અંતિમવિધિ કરવામાં આવી હતી.

રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાઓની ઓળખ એફએસએલની મદદથી કરવામાં આવી રહી છે. રાજકોટ અગ્નિકાંડના મૃતદેહો રાજકોટ સિવિલ લાવવામાં આવ્યા હતા. અગ્નિમાં બળી ગયેલા મૃતદેહો રીતસરનો કોલસો થઈ ગયા હતા. આ મૃતદેહોની સ્થિતિ એટલી ખરાબ હતી કે તેમની ઓળખ કરવી પણ મુ શ્કેલ હતી. તેના લીધે તેના માટે ડીએનએ ટેસ્ટની મદદ લેવાઈ છે. આ ડીએનએ ટેસ્ટ માટે તેમના નમૂના ગાંધીનગર સ્થિત ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

અત્યાર સુધી ગાંધીનગરમાં આવેલા 32 સેમ્પલમાંથી 13 મૃતદેહ ઓળખાયા છે. ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝ (FSL)માં કામ ચાલી રહ્યુ છે. માનવ અંગોમાંથી 32 ટિસ્યુ લેવાયા છે. મેચ કરવા માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ માટે એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે. ફોરેન્સિક સાયન્સ લેબમાં ડીએનએ ટેસ્ટમાં આઠ પ્રક્રિયા હોય છે અને તે પૂરી થયા પછી આ અંગેનો નિર્ણય લેવાય છે.

DNA સેમ્પલથી ફાઈનલ રીપોર્ટ સુધી કુલ આઠ તબક્કામાં આ કામગીરી કરવાની હોય છે. જે દરેક તબક્કામાં નમુનાના પ્રકારના આધારે પરીક્ષણનો સમયગાળો નક્કી કરાતો હોય છે. ડીએનએ પરીક્ષણમાં પ્રથમ તબક્કામાં કેસને પરીક્ષણ માટે નમૂનાઓના એનાલિસિસ માટે ખોલવા માટેની કેસ ઓપનિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે. દ્વિતીય તબક્કામાં નમૂનાઓમાંથી DNA એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે છે, જેમાં પણ અંદાજીત છ થી સાત કલાક સમય જાય છે. ત્રીજા તબક્કામાં DNAની ક્વોન્ટિટી અને ક્વોલિટી ચેક કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.ત્યારબાદ ચોથા તબક્કા હેઠળ DNA નમૂનાઓનું પી.સી.આર એટલે કે, DNA સંવર્ધનની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જેમાં આશરે ત્રણ થી ચાર કલાક સમય લાગે છે.

પાંચમા તબક્કામાં DNA પ્રોફાઈલીંગ કરવામાં આવે છે, જે અંદાજે આઠ થી નવ કલાક સમય લે છે. છઠ્ઠા તબક્કા હેઠળ મેળવેલ DNA પ્રોફાઈલનું એનાલિસિસ કરવામાં આવે છે, જેમાં બે થી ત્રણ કલાક સમય લાગે છે.આ ઉપરાંત સાતમાં તબક્કામાં એનાલિસિસ થયેલા નમૂનાઓનું ઈન્ટરપ્રીટેશન કરવામાં આવે છે, જેમાં અંદાજીત છ થી સાત કલાક સમય લાગે છે તેમજ અંતિમ અને આઠમાં તબક્કા હેઠળ DNA રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં અંદાજીત ત્રણ થી પાંચ કલાક સમય લાગે છે,  તેમ ફોરેન્સિક નિષ્ણાતે જણાવ્યું હતું. હાલમાં એફએસએલની 18 સભ્યોની ટીમ કામ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આવા અકસ્માતો થતા રહે છે…જ્યારે રાજકોટ ગેમ ઝોનના માલિકે કોર્ટમાં હસવા લાગ્યો..

આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડમાં 800 ડિગ્રી તાપમાને લોકો જીવતા ભૂંજાયા

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલી નાખતુ રેમલ વાવાઝોડું, જુનના પહેલા સપ્તાહથી આવશે વરસાદ