Not Set/ વડોદરા/ આ મુસ્લિમ પોલીસકર્મી અયોધ્યાની ફેમસ રામલીલામાં રોલ ભજવશે

વડોદરા પોલીસના ક્રાઇમ ઇન્વેસ્ટિગેટિંગ બ્યુરોમાં આસિસ્ટંટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આબિદ શેખને એક એવી ઑફર આવી છે જેને કારણે માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં એનું નામ ગૂંજી રહ્યું છે. આબીદને અયોધ્યાની જગવિખ્યાત રામાલીલામાં પાત્ર ભજવવાની ઓફર મળી છે. આબિદ ભલે પોલીસ ડિપાર્ટમેન્ટની રફ એન્ડ ટફ જોબ કરી રહ્યો હોય પણ એનામાં એક ૠજુ કલાકાર પણ […]

Gujarat Vadodara
WhatsApp Image 2019 11 19 at 1.25.18 PM વડોદરા/ આ મુસ્લિમ પોલીસકર્મી અયોધ્યાની ફેમસ રામલીલામાં રોલ ભજવશે

વડોદરા પોલીસના ક્રાઇમ ઇન્વેસ્ટિગેટિંગ બ્યુરોમાં આસિસ્ટંટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા આબિદ શેખને એક એવી ઑફર આવી છે જેને કારણે માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતભરમાં એનું નામ ગૂંજી રહ્યું છે. આબીદને અયોધ્યાની જગવિખ્યાત રામાલીલામાં પાત્ર ભજવવાની ઓફર મળી છે.

આબિદ ભલે પોલીસ ડિપાર્ટમેન્ટની રફ એન્ડ ટફ જોબ કરી રહ્યો હોય પણ એનામાં એક ૠજુ કલાકાર પણ રહેલો છે. છેલ્લા 14 વરસથી વડોદરામાં યોજાતી રામલીલામાં લક્ષ્મણનું પાત્ર ભજવી શહેરભરમાં નામના કમાનાર આબિદ શેખને અયોધ્યામાં રામલીલા ભજવવાનું આમંત્રણ મળ્યું છે.

જોવાની વાત એ છે કે આ આમંત્રણ અન્ય કોઈએ નહીં પણ અયોધ્યાના મહંત અખિલેશદાસજી મહારાજે ટેલિવિઝનના લાઇવ કાર્યક્રમ દરમ્યાન આપ્યું હતું. આબિદે જણાવ્યું કે, જે દિવસે અયોધ્યાનો ચુકાદો સુપ્રીમ કોર્ટ આપવાની હતી એ દિવસે એક ન્યુઝ ચેનલ પર ચાલી રહેલી લાઇવ ડીબેટમાં મને પણ આમંત્રણ અપાયું હતું. ચર્ચા દરમ્યાન અખિલેશદાસજીએ મને અયોધ્યામાં રામલીલા ભજવવાનું આમંત્રણ આપ્યું હતું.

તેમની ઑફર સાંભળી લાઇવ ડીબેટમાં શું બોલવું એ સમજાતું નહોતું. માંડ માંડ મેં મારી જાત પરા કાબુ મેળવ્યો અને મહંતશ્રીના આમંત્રણને સ્વીકાર્યું હતું. હિન્દુઓના આરાધ્ય એવા શ્રી રામની જન્મભૂમિ ખાતે રામલીલા ભજવવાનું આમંત્રણ મળે અને એ પણ ટીવી જોતા લાખો દર્શકોની સામે… મારા માટે એનાથી ધન્ય ઘડી બીજી કઈ હોઈ શકે?

મુસ્લિમ હોવા છતાં હિન્દુઓના આરાધ્ય શ્રી રામના ભાઈ લક્ષ્મણનું પાત્ર ભજવવાનું કેમ પસંદ કર્યું? અને એનો કોઈએ વિરોધ કર્યો હતો ખરો? પ્રશ્નના જવાબમાં 31 વર્ષના આબિદે જણાવ્યું કે હું 17 વર્ષનો હતો ત્યારથી લક્ષ્મણનું પાત્ર ભજવતો આવ્યો છું. સાચું કહું તો, નાનપણથી બે કોમ વચ્ચેના ટંટાફિસાદને જોયા છે. ત્યારે તો બહુ સમજણ નહોતી પણ ત્યારેય મને લાગતું કે બધાએ હળી મળીને રહેવું જાઇએ.

ઉપરાંત ગણેશોત્સવ કે નવરાત્રિ જેવા હિન્દુઓના ધાર્મિક તહેવારની ઉજવણી બૉલિવુડના મુસ્લિમ સ્ટાર્સ કરતા હોય તો હું પણ કેમ રામાયણનું પાત્ર ભજવી ન શકું. બસ, આ વાત મારા મગજમાં ઠસી ગઈ હતી અને મેં રામલીલામાં લક્ષ્મણનું પાત્ર ભજવવાની હા પાડી. હા, શરૂઆતમાં અજાણી વ્યક્તિઓ તરફથી રામલીલા છોડી દેવા માટે ધમકી મળતી હતી પણ હવે અમારી કોમના લોકો પણ મેં લીધેલા નિર્ણય માટે બિરદાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.