Not Set/ વડોદરા: કાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ, વિધાર્થીઓ માટે વાહનની કરાઈ સુવિધા

વડોદરા, આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે વડોદરામાં ડીઈઓ તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. વડોદરામાં 85 હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેમજ પરીક્ષાર્થીઓને કોઈ જ મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રોના સંચાલકોને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથે જ પરીક્ષા કેન્દ્રો […]

Top Stories Gujarat Vadodara
mantavya 134 વડોદરા: કાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરુ, વિધાર્થીઓ માટે વાહનની કરાઈ સુવિધા

વડોદરા,

આવતીકાલથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે વડોદરામાં ડીઈઓ તંત્રએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. વડોદરામાં 85 હજારથી વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.

વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેમજ પરીક્ષાર્થીઓને કોઈ જ મુશ્કેલી ન પડે તે માટે પરીક્ષા કેન્દ્રોના સંચાલકોને તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. સાથે જ પરીક્ષા કેન્દ્રો અને તેની આસપાસના વિસ્તારોમાં કોઈ ઝેરોક્ષ મશીન ચાલુ ન રાખવાના પણ આદેશ કરાયા છે. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે.

વડોદરામાં ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને પરીક્ષાકેન્દ્રો પર બેઠક નંબર શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડીઈઓ પોતે સ્ટ્રોગ રૂમો અને પરીક્ષા કેન્દ્રો જઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરી રહ્યા છે. વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય તેમજ પરીક્ષાર્થીઓને કોઈ જ મુશ્કેલી ન પડે તેની સૂચના તંત્ર ધ્વારા પરીક્ષા કેન્દ્રોના સંચાલકોને આપવામાં આવી રહી છે.

વડોદરામાં કેટલા પરીક્ષાર્થીઓ, કેટલા પરીક્ષા કેન્દ્રો અને શું વ્યવસ્થા કરાઈ છે તેની વાત કરીએ તો  ધોરણ 10માં 4 ઝોનમાં 170 પરીક્ષા કેન્દ્રો પર 55243 પરીક્ષાર્થી પરીક્ષા આપશે.

– ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 71 પરીક્ષા કેન્દ્રો પર 21,191 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે

– ધોરણ 12 વિગ્યાન પ્રવાહ માં 40 પરીક્ષા કેન્દ્રો પર 8936 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.ધોરણ 10 અને 12 મળી કુલ 281 પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજજ કરાયા છે.

– તમામ પરીક્ષા કેન્દ્રો પર હથીયારધારી પોલીસ ગાર્ડ રાખવામાં આવશે

– ધોરણ 10 અને 12માં 12 જેટલા સંવેદનશીલ કેન્દ્રો છે જેમાં વર્ગ 1 અને વર્ગ 2ના અધિકારીની નિમણૂંક કરાઈ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિધાર્થીઓ માટે વાહન વ્યવહારની સુવિધા ઉભી કરાઈ છે.