Ahmedabad/ છેલ્લા પાંચ વર્ષમાં પરમિટ ધારકો કરોડોનો દારૂ ઢીંચી ગયા

રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ પરમિટને આધારે અનેક લોકો દારૂ પી રહ્યા છે.

Ahmedabad Gujarat Trending
Mantavyanews 30 છેલ્લા પાંચ વર્ષમાં પરમિટ ધારકો કરોડોનો દારૂ ઢીંચી ગયા

અમદાવાદ: આમ તો કહેવાય છે કે ગુજરાત દારૂબંધી છે, પરંતુ આ દારૂબંધી ફક્ત કાગળ પર જ હોય તેવું કહેવું જરા પણ અયોગ્ય નથી. ડ્રાય સ્ટેટ હોવા છતાં રાજ્યમાં ગેરકાયદેસર રીતે દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. આ વચ્ચે અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલને સ્વાસ્થ્યને આધારે દારૂની પરમિટ લેનારાથી છેલ્લા 5 વર્ષમાં 31 કરોડ રૂપિયાની આવક થયાનું સામે આવ્યું છે.

રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ છે. પરંતુ પરમિટને આધારે અનેક લોકો દારૂ પી રહ્યા છે. આ પરિમટ આરોગ્ય વિભાગ દ્વારા જ આપવામાં આવે છે. તણાવ, અનિન્દ્રા જેવી સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય તો આવી છે. સ્થિતિમાં હેલ્થ પરમિટને આધારે દારૂ પીવાની મંજૂરી અપાય છે.

રાજ્યમાં દારૂ માટે હેલ્થ પરમિટ મેળવવા માટે કેટલાક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે.જે મુજબ જેને હેલ્થ પરમિટ માટે અરજી કરનારાની ઉંમર ઓછામાં ઓછી 40 વર્ષ હોવી જોઈએ અને તેમની માસિક આવક ઓછામાં ઓછી ૨૫ હજાર હોય તે જરૂરી છે.જે બાદ સિવિલ હોસ્પિટલમાંથી તપાસ કરાવ્યા બાદ જ પરમિટ મેળવવાની પ્રક્રિય શરૂ કરવામા આવે છે. સિવિલ હોસ્પિટ આ હેલ્થ પરમિટની ભલામણ કરે તો પણ તેમને ઉંમર પ્રમાણે દારૂના યુનિટ લેવાની છૂટ આપવામાં આવે છે.

જેમાં 40 થી 50 વયના દર્દીઓને મહિનામાં 3 યુનિટ દારૂ પીવાની છૂટ મળે છે અને 50 થી 65 વર્ષની વયના દર્દીઓને મહિનામાં 6 યુનિટ દારૂ પીવાની છૂટ મળે છે.

આ પણ વાંચો: અમદાવાદ વરસાદ/ અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરમાં 1થી 1.5 ઈંચ વરસાદ નોંધાયો

આ પણ વાંચો: Parliament/ સોમવારથી શરૂ થઈ રહ્યું છે વિશેષ સત્ર, સંસદ સત્ર પહેલા સરકારે આજે બોલાવી સર્વપક્ષીય બેઠક

આ પણ વાંચો:Diamond League Finals/ નીરજ ચોપરા પોતાનું ટાઇટલ બચાવી ન શક્યા, બીજા સ્થાને સંતોષ માનવો પડ્યો