Not Set/ વડોદરા: નજીવી બાબતે મહિલાને ચાકૂનાં 7 ઘાઝીંકી કરી હત્યા

વડોદરા શહેરનાં ગોરવા વિસ્તારમાં આવેલ કાશીધામ સોસાયટીમાં રહેતા અને દહેજ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા અરૂણભાઇ જરીવાલાનાં પરિવારને તેમના પાડોશમાં રહેતા કુલદીપ ઉર્ફ મોટુ ઠાકોરના પરિવાર સાથે છેલ્લા એક માસથી કચરો નાંખવા બાબતે ઝઘડો ચાલતો હતો. કચરા બાબતનાં આ નજીવા મામલાનો બુધવારે ખૂની અંજામ આવ્યો હતો. પાડોશી યુવકે કચરાની આ તકરારમાં મહિલાની ઘાતકી હત્યા કરી […]

Gujarat Vadodara Trending
farmars 2 વડોદરા: નજીવી બાબતે મહિલાને ચાકૂનાં 7 ઘાઝીંકી કરી હત્યા

વડોદરા શહેરનાં ગોરવા વિસ્તારમાં આવેલ કાશીધામ સોસાયટીમાં રહેતા અને દહેજ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા અરૂણભાઇ જરીવાલાનાં પરિવારને તેમના પાડોશમાં રહેતા કુલદીપ ઉર્ફ મોટુ ઠાકોરના પરિવાર સાથે છેલ્લા એક માસથી કચરો નાંખવા બાબતે ઝઘડો ચાલતો હતો.

કચરા બાબતનાં આ નજીવા મામલાનો બુધવારે ખૂની અંજામ આવ્યો હતો. પાડોશી યુવકે કચરાની આ તકરારમાં મહિલાની ઘાતકી હત્યા કરી નાંખી હતી. બુધવારે રાત્રે અરુણભાઇનો પુત્ર વિપ્લવ ટેરેસ ઉપર ગયો હતો. જ્યાં તેને કચરો જોતા નીચે આવીને તેની માતા અને અરુણભાઇનાં પત્ની માધુરીબેનને જાણ કરી હતી.

માધુરીબેન વિપ્લવને લઇ ટેરેસમાં ગયો હતાં. તે સમયે ટેરેસમાં છૂપાઇને બેઠેલ પાડોશી કુલદીપ ઠાકોરે માધુરીબેન ઉપર પાઇપથી હુમલો કર્યો હતો. હુમલાખોર કુલદીપે પુત્ર વિપ્લવ ઉપર પણ હુમલાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, પુત્ર દોડીને નીચે જતો રહ્યો હતો અને પોતાના રૂમનો દરવાજો બંધ કરી દેતા તે બચી ગયો હતો. પુત્ર હાથ ન લાગતા કુલદીપ ઠાકોર પુનઃ ટેરેસ ઉપર ગયો હતો. અને બેભાન પડેલ માધુરીબેનનાં શરીરમાં ચાકુનાં 7 ઘા મારી મોતને ઘાટ ઉતારી ફરાર થઇ ગયો હતો.

દરમિયાન આ બનાવની જાણ ગોરવા પોલીસને કરાતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને લાશનો કબજો લઇ પોષ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. બીજી બાજુ પોલીસે પરિવારની ફરિયાદના આધારે માધુરીબહેન જરીવાલાને મોતને ઘાટ ઉતારી દેનાર કુલદીપ ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.