હે ભગવાન!/ રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં કુલ 19,326 વાહનોની થઇ ચોરી, જાણો પરત કેટલા મળ્યા

રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં મોટરકાર, રિક્ષા, સ્કૂટર, મોટરસાઇકલ અને ટ્રક મળીને કુલ 19,326 વાહનોની ચોરી થવા પામી હતી.

Gujarat Others Trending
Mantavyanews 16 રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં કુલ 19,326 વાહનોની થઇ ચોરી, જાણો પરત કેટલા મળ્યા

ગુજરાતમાં વાહનચોરીના બનાવોમાં વધારો થતો જાય છે. છેલ્લા 3 વર્ષમાં મોટરકાર, રિક્ષા, સ્કુટર, મોટરસાયકલ અને ટ્રક મળીને કુલ 19326 વાહનોની ચોરી પોલીસને ચોપડે નોંધાઈ છે.  ત્યારે હાલ વિધાનસભાના ચાલી રહેલ સત્ર દરમિયાન વાહનચોરીને લઈને પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં ગૃહમંત્રીએ જવાબ આપ્યો છે તેની વિગતો એવી છે કે…રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં મોટરકાર, રીક્ષા, સ્કૂટર, મોટરસાઇકલ અને ટ્રક મળીને કુલ 19,326 વાહનોની ચોરી થવા પામી હતી. જેમાંથી 10055 જેટલા વાહનોને શોધવામાં આવ્યા છે, જ્યારે હજુ 9271 વાહનોનો કોઇ અત્તોપત્તો નથી.

રાજયમાંથી 1લી એપ્રિલ, 2020થી 31મી માર્ચ 2023 સુધીમાં 891 મોટરકાર, 1046 પેસેન્જર રિક્ષા, 54 લોડીંગ રિક્ષા, 34 છકડો, 2593 સ્કુટર, 14329 મોટરસાયકલ, 181 મીની ટ્રક અને 198 મોટી ટ્રક મળીને કુલ 19326 વાહનોની ચોરી થઈ હતી.

ગૃહ વિભાગના રજુ થયેલ આંકડા મુજબ, 418 મોટરકાર, 683 પેસેન્જર રિક્ષા, 34 લોડિંગ રિક્ષા, 26 છકડા, 1557 સ્કૂટર, 7131 મોટરસાઇકલ, 107 મીનીટ્રક અને 99 મોટી ટ્રક મળીને કુલ 10,055 વાહનોને શોધી નાખવામાં આવ્યા છે.આ શોધાયેલા વાહનોમાંથી 9389 વાહનો તેના માલિકોને  સુપરત કરવામાં આવ્યા છે. 666 વાહનોના માલિકોને શોધવાના બાકી છે.

રાજયના ગૃહ વિભાગ દ્વારા ગુનો જાહેર થતાં જ ચોરી બાબતે તમામ પોલીસ સ્ટેશનને વોચમાં રહેવા માટે ઈ-મેઈલથી જાણ કરવામાં આવે છે. નાકાબંધી કરી શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવે છે તેમજ બનાવ સ્થળની આસપાસ સીસીટીવી કેમેરા હોય તો ફુટેજ પણ ચેક કરાય છે. ખાનગી રાહે બાતમીદારોને વોચ રાખવા તેમજ આરોપીઓ તથા મુદામાલ શોધવા માટે સંભવત: તમામ પ્રયાસ કરવામાં આવે છે. આ ઉપરાંત જિલ્લાના કાર્યરત નેત્રમ અથવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે ચોરાઈ ગયેલા વાહનોના રજીસ્ટ્રેશન નંબરોને એલર્ટ પર રાખવામાં આવે છે.

આ પણ વાંચો:દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચો:સુરત પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, માનવ તસ્કરીના રેકેટનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:આવા થીગડા માર્યાને તો મા અંબા પણ નહીં છોડે?

આ પણ વાંચો:સુરત મહાનગરપાલિકાના અધિકારી અને પટાવાળાને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા