Not Set/ PM મોદી જાન્યુઆરીમાં બે દિવસ ગુજરાતમા, વાઇબ્રન્ટ સમિટનું કરેશ ઉદ્ધઘાટન

અમદાવાદ: 8 ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ અંગે માહિતી આપતા રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન.સિંધ દ્વારા આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના કાર્યક્રમોની જાહેર કરવામાં આવી હતી. 10 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ ઇવેન્ટનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. તેઓ બે દિવસ વાઇબ્રન્ટ સમિટના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સિંધે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટ પર નોટબંધીની કોઇ […]

Gujarat

અમદાવાદ: 8 ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ અંગે માહિતી આપતા રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન.સિંધ દ્વારા આઠમી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના કાર્યક્રમોની જાહેર કરવામાં આવી હતી. 10 થી 13 જાન્યુઆરી દરમિયાન યોજાનાર આ ઇવેન્ટનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. તેઓ બે દિવસ વાઇબ્રન્ટ સમિટના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સિંધે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ સમિટ પર નોટબંધીની કોઇ અસર નહીં પડે. ઉપરાંત આ વખતે ગ્લોબલ લેવલે માત્ર પ્રથમ લેવલની કંપનીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે, આ ઇવેન્ટ અગાઉની કરતાં મોટી હશે. ગયા વર્ષે 8 પાર્ટનર કન્ટ્રી હતી. આ વખતે 12  પાર્ટનર કન્ટ્રી છે. 2003થી 2015 સુધીના વાઇબ્રન્ટ સમિટમાંથી 66.17% MOUનું અમલ થયું છે.  સાયન્સ સિટી ખાતે એક અઠવાડિયા માટે નોબલ સી મ્યુઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 8થી 10 નોબલ પારિતોષિક વિજેતાઓ આવશે. તેઓ ગુજરાતની શાળા-કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.  એક GSTનો સેમિનાર થશે. જેનું સંબોધન કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી કરશે અને આ સેમિનારમાં દેશભરમાંથી લોકો આવશે.  આ વખતે સફળતાનું સૌથી મોટું કારણ છે કે, માત્રને માત્ર ફસ્ટ કેટેગરીની કંપીનીઓને આમંત્રણ આપવામાં આવ્યા છે. જેમાંથી 15 કંપનીઓએ રાઉન્ડ ટેબલ માટે કન્ફોર્મેશન આરી છે. કુલ 25 કંપનીઓ ભાગ લેશે.  ચીનને આમંત્રણ આપવામાં આવ્યું છે, પાકિસ્તાનને નહીં.

 9મી જાન્યુઆરીએ બપોરે PM મોદી અમદાવાદ આવશે. એ જ દિવસે ચાર ઉદ્ધાટન કરશે.  ગાંધીનગરનું રેલવે સ્ટેશનનું ઉદ્ધાટન મોદી કરશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે. ગિફ્ટ સિટી ખાતે IFSCનું બીએસસીનું ઉદ્ધાટન કરશે. સાયન્સ સિટી ખાતે નોબલ સી મ્યુઝિયમનું ઉદ્ધાટન કરશે.

પીએમ મોદીની વાઇબ્રન્ટમાં દેશ વિદેશના રોકાણકારો સાથે વન ટુ વન મીટિંગ કરશે. ત્યાર બાદ તે સમિટનું ઉદ્ધઘાટન કરશે. તેમજ દેશના CEO સાથે રાઉટેબલ કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યાર બાદ ગ્લોબલ CEO સાથે ડીનરમાં ભાગ લેશે.