Not Set/ મોડાસાની પીડિતા મોતનો મામલો / ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર નરેશ કનોડિયાએ સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યું દુ:ખ

મોડાસાની પીડિતાના મામલે ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી દુખ વ્યક્ત કર્યું છે. તેમને કહ્યું છે કે,  કોઈપણ દીકરી સાથે આવું દુષ્કર્મ ન થવું જોઈએ .  ઉલ્લેખનીય છે કે આ કેસ અંગે આગાઉ હિન્દી ફિલ્મના અભિનેતા રીતેશ દેશમુખ અને સ્વરા ભાસ્કર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી દુખ વ્યક્ત કરી […]

Gujarat Others
સુરત ઈયળ મોડાસાની પીડિતા મોતનો મામલો / ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર નરેશ કનોડિયાએ સોશિયલ મીડિયામાં વ્યક્ત કર્યું દુ:ખ

મોડાસાની પીડિતાના મામલે ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાએ દુખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી દુખ વ્યક્ત કર્યું છે. તેમને કહ્યું છે કે,  કોઈપણ દીકરી સાથે આવું દુષ્કર્મ ન થવું જોઈએ .

 ઉલ્લેખનીય છે કે આ કેસ અંગે આગાઉ હિન્દી ફિલ્મના અભિનેતા રીતેશ દેશમુખ અને સ્વરા ભાસ્કર પણ સોશિયલ મીડિયાના માધ્યમથી દુખ વ્યક્ત કરી ચુક્યા છે. તો કોંગ્રેસ અને ભાજપનું સ્થાનિક માંવોડી મંડળ પણ તેણીની શોકસભામાં હાજરી આપી ચુકી છે. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને સાંસદ મધુસુદન મિસ્ત્રી પણ આ પીડિત પરિવારની મુલાકાતે જઈ આવ્યા છે.

આ કેસમાં ત્રણ આરોપીએ શનિવારની રાત્રે પોલીસ મથકે હાજર થયા હતા. અને સમર્પણ કર્યું હતું. જયારે એક આરોપી હજુ પણ આ કેસ માં ફરાર છે. અને તેને શોધવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે

તો આજે રાષ્ટ્રીય મહિલા અયોગના સભ્ય સાયરા પહોંચ્યા  હતા. અને મૃતક પીડિતાના માતા-પિતા સાથે મુલાકાત કરી હતી. અને સમગ્ર ઘટના મુદ્દે મહિલા આયોગે સંવેદના પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.