Photos/ ગુજરાતી સિંગર કિંજલ દવે બની ગડા હાઉસની મહેમાન, જેઠાલાલના ઘરે ઝૂલા પર મંગેતર સાથે જોવા મળી   

કિંજલ દવે અને તેના ભાવિ પતિ પવન જોશી ભારતની સૌથી લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય અભિનેતા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીને મળ્યા હતા.

Trending Photo Gallery
કિંજલ દવે

પોતાની ગાયકીથી ગુજરાતમાં પોતાનું નામ બનાવનાર લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના ચાહકો આજે ગુજરાતના ખૂણે-ખૂણે જોવા મળશે. કિંજલ દવેના ગીતો ઉપરાંત લોકો તેની અંગત જિંદગીથી પણ વાકેફ છે અને તેના ચાહકો પણ તેના જીવન સાથે જોડાયેલી બાબતો જાણવા માટે ખૂબ ઉત્સુક છે. આજે આપણે કિંજલ દવેની એક મુલાકાત વિશે જણાવીશું. કિંજલ દવે તાજેતરમાં જ ગોકુલધામ પહોંચી હતી.

આ પણ વાંચો : એક્ટર અમિતાભ દયાલનું હાર્ટ એટેકથી નિધન, 51 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

a 11 1 ગુજરાતી સિંગર કિંજલ દવે બની ગડા હાઉસની મહેમાન, જેઠાલાલના ઘરે ઝૂલા પર મંગેતર સાથે જોવા મળી   

કિંજલ દવે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને સમયાંતરે તે પોતાની શાનદાર તસવીરો પણ શેર કરતી રહે છે. કિંજલ દવેની તસવીરો પણ ચાહકોને પસંદ આવી રહી છે. તેની તસવીરો પોસ્ટ થતા જ વાયરલ થઈ જાય છે અને ફેન્સ કોમેન્ટ કરીને તેના વખાણ પણ કરે છે. ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે મંગેતર પવન જોશી સાથે મુંબઈ ગઈ હતી. બંને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર પણ ગયા હતા.

a 11 2 ગુજરાતી સિંગર કિંજલ દવે બની ગડા હાઉસની મહેમાન, જેઠાલાલના ઘરે ઝૂલા પર મંગેતર સાથે જોવા મળી   

કિંજલ દવે તેના સોશિયલ મીડિયા પર તેની ઘટનાઓની ઝાંખી પણ શેર કરે છે. ઘણીવાર લાઈવ વીડિયોમાં પણ કિંજલ દવેના ફેન્સ સાથે જોડાય છે, દૂર બેઠેલા લોકો પણ સોશિયલ મીડિયા દ્વારા કિંજલ દવે સાથે વાતચીત કરતા જોવા મળે છે. કિંજલ દવેના અંગત જીવનની વાત કરીએ તો તેણે પવન જોશી સાથે સગાઈ કરી છે અને કિંજલ પવન ઘણીવાર તસવીરોમાં જોવા મળે છે. ચાહકો પણ ઘણીવાર તેની રોમેન્ટિક શૈલીને પસંદ કરે છે. પવન જોશી સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.

a 11 3 ગુજરાતી સિંગર કિંજલ દવે બની ગડા હાઉસની મહેમાન, જેઠાલાલના ઘરે ઝૂલા પર મંગેતર સાથે જોવા મળી   

તાજેતરમાં, સિંગર અને તેના ભાવિ પતિ પવન જોશી ભારતની સૌથી લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મુખ્ય અભિનેતા જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીને મળ્યા હતા. જેની તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પણ શેર કરવામાં આવી છે. જેઠાલાલ ઉપરાંત સિંગર ગોકુલધામના અન્ય રહેવાસીઓને પણ મળી હતી.

a 11 4 ગુજરાતી સિંગર કિંજલ દવે બની ગડા હાઉસની મહેમાન, જેઠાલાલના ઘરે ઝૂલા પર મંગેતર સાથે જોવા મળી   

સિંગર અને જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકોને પણ આ તસવીર ખૂબ જ પસંદ આવી રહી છે.જેઠાલાલ જેવા પ્રખ્યાત કલાકાર સાથે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને જોઈને ચાહકો પણ ખૂબ એન્જોય કરી રહ્યા છે અને ઘણા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે. ચાહકો આ ફોટોને વધુ પસંદ કરી રહ્યા છે કારણ કે બંને ગુજરાતના છે અને આજે પોતાની પ્રતિભાથી લાખો લોકોના દિલ જીતી લીધા છે.

a 11 5 ગુજરાતી સિંગર કિંજલ દવે બની ગડા હાઉસની મહેમાન, જેઠાલાલના ઘરે ઝૂલા પર મંગેતર સાથે જોવા મળી   

પવન જોશીએ સોશિયલ મીડિયા પર દિલીપ જોષી (જેઠાલાલ) સાથેની એક તસવીર શેર કરી અને કહ્યું, “આખરે હું મારા પ્રિય અભિનેતા અને કોમેડી કિંગ દિલીપ જોશી સરને મળ્યો.” કિંજલ દેવની સાથે તેનો ભાઈ આકાશ દવે પણ હતો. સિરિયલમાં ત્રણેય ગડા હાઉસ એટલે કે જેઠાલાલના ઘરે ગયા અને ઝુલા પર બેસીને ફોટો પડાવ્યો.

a 11 6 ગુજરાતી સિંગર કિંજલ દવે બની ગડા હાઉસની મહેમાન, જેઠાલાલના ઘરે ઝૂલા પર મંગેતર સાથે જોવા મળી   

દિલીપ જોશીને પવન જોશી સાથે જોવા માટે ચાહકો પણ આતુર છે. પવન જોશીએ આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. પવન જોશીએ ત્રણ ફોટા શેર કર્યા છે, જેમાંથી એકમાં જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશી કુર્તો પહેરીને પવન જોશી સાથે પોઝ આપતા જોવા મળે છે. એક ફોટોમાં અંજલિની ભાભી એટલે કે સુનયના ફોજદાર પણ જોવા મળી રહી છે.

a 11 7 ગુજરાતી સિંગર કિંજલ દવે બની ગડા હાઉસની મહેમાન, જેઠાલાલના ઘરે ઝૂલા પર મંગેતર સાથે જોવા મળી   

પવન જોષીએ શેર કરેલી અન્ય તસવીરમાં, તે તેની ભાવિ પત્ની કિંજલ દવે સાથે ઝૂલા પર બેઠેલા જોઈ શકાય છે, જ્યારે જેઠાલાલ અને દયાબેન એક સમયે ઝૂલા પર ઝૂલતા હતા. ત્રીજી તસવીરમાં પવન જોષી, કિંજલ દવે, આકાશ દવે, લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહિલ અને અન્ય લોકો પણ નજરે પડે છે. આ સિવાય પવન જોશી અને આકાશ દવે પણ અંજલિ ભાભી સાથે જોવા મળી રહ્યા છે. સુનયના ફોજદાર અંજલિ ભાભીનું પાત્ર ભજવી રહી છે.

Instagram will load in the frontend.

આ સિવાય પ્રીતિ જેઠવાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે તસવીરો પણ શેર કરી છે જેમાં તે કિંજલ દવે સાથે જોવા મળી રહી છે. પ્રીતિ જેઠવાએ અભિનેતા વિશાલ જેઠવાની રિયલ લાઈફ માતા છે, જેણે તાજેતરમાં વેબ સિરીઝ ‘હ્યુમન’માં મંગુની ભૂમિકા ભજવી હતી. પ્રીતિ જેઠવાએ શેર કરેલી બીજી તસવીરમાં કિંજલ દવે, પ્રીતિ જેઠવા, આકાશ દવે અને પવન જોશી જોવા મળે છે.

આ પણ વાંચો :ધનુષથી અલગ થયા બાદ રજનીકાંતની દીકરી ઐશ્વર્યાને થયો કોરોના, હોસ્પિટલમાં થઈ દાખલ

આ પણ વાંચો : ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી 1 એપિસોડ માટે આટલો ચાર્જ લે છે! સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ટીવી અભિનેત્રી

આ પણ વાંચો : ‘રાધે શ્યામ’ને મળી નવી રિલીઝ ડેટ, આ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થશે

આ પણ વાંચો :‘ભાભીજી ઘર પર હૈ’ નાં તિવારીજી પુષ્પાનાં રંગે રંગાયા, કર્યો શ્રીવલ્લી ગીત પર ડાન્સ