Covid-19/ કોરોના સામેની જંગમાં ગુજરાતીની મક્કમ લડત, આજે નોંધાયા આટલા જ કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 655 નોંધવામાં આવી છે. સાથે સાથે 04 લોકોનાં

Top Stories Gujarat Others
corona 111 કોરોના સામેની જંગમાં ગુજરાતીની મક્કમ લડત, આજે નોંધાયા આટલા જ કેસ

કોરોના અને ખાસ કરીને કોરનાના નવા પ્રકારે(સ્ટ્રેને) બ્રિટનની હાલત ખસ્તા કરી નાખી છે. બ્રિટનમાં અત્યાર સુધીનું સૌથી કડક લોકડાઉન આગામી લાંબા સમય માટે જાહેર કરી દેવામાં આવ્યું છે અને અમેરિકા સહિતનાં વિશ્વનાં અનેક દેશમાં કોરોના હાહાકાર મચાવી રહ્યાનાં માઠા સમાચાર વચ્ચે ગુજરાતીઓએ રંગ રાખ્યો હોય તેવી રીતે કોરોના સામેની જંગનાં એક પછી એક પડાવો ગુજરાત સફળતાથી કોરોનાને કાબુમાં લેતાની સાથે જીતી આગળ વધી રહ્યું છે. હાલ ગુજરાતમાં કોરોના પૂર્ણ રીતે કાબૂમાં હોવાની આરે જોવામાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં પાછલા દિવસોના પ્રમાણમાં અંશત સતત ઘટાડો જોવામાં આવી રહ્યો છે

Latest Hindi News: corona ke naye strain par bharat ki badi uplabdhi :  ब्रिटेन में पाए गए कोरोना वायरस के नए स्ट्रेन को अलग करने वाला दुनिया का  पहला देश बना भारत :

વાત કરવામાં આવે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના અને કોરોનાનાં સંક્રમણ અને કોરોનાથી થતા મોતની આકડાકીય સ્થિતિ જોવામા આવે તો, આજે  નવા કેસની સંખ્યા 655 નોંધવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 04 લોકોનાં મૃત્યુ કોરોનાનાં કારણે નિપજ્યા હોવાનું પણ નોંધવામાં આવી રહ્યું છે.

Mutant Covid Strain: 8 New Cases Reported In Maharashtra, 6 In Kerala, 3 In  Karnataka

રાજ્યમાં આજે કોરોનાને મહાત આપી ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા  868 નોંધવામાં આવે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 235426 દર્દીઓ‍ સાજા‍ થયા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા આજની તારીખે 8830 હોવાનું નોંધવામાં આવે છે. કુલ 8830 એકટિવ  કેસમાંથી 59 વેન્ટીલેટર પર છે, જ્યારે 8771  દર્દીઓની કંડિશન સ્ટેબલ હોવાનું સામે આવી રહ્યું છે

New Covid strain: How worried should we be? - BBC News

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 655 કોરોના પોઝિટીવ  કેસ સામે આવ્યાની સાથે જ ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક 248581 પર પહોચ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 04  લોકોનાં મૃત્યુ થયાની સાથે અત્યાર સુધીમાં 4325 દર્દીઓના કોરોના ને કારણે મોત થયા છે.

Incorrect to say new coronavirus strain has entered India till labs confirm it': Health ministry

રાજ્યમાાં કોરોનાનાં સાંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજય‍ સરકારના‍ સઘન‍ પ્રયાસોના‍ પરિણામે‍ કોરોના‍ વાયરસના‍ સાંક્રમણનું પ્રમાણ‍ ધીમે ધીમે ઘટી રહ્યું છે. એજ‍ રીતે‍ કોરોના‍ ટેસ્ટીંગની‍ ક્ષમતા‍ પણ‍ વધારવામા‍ં આવી‍ રહી‍ છે. આજે રાજ્યમા કુલ 48039 ટેસ્ટ કરવામાાં આવ્યા છે. અને કુલ મળીને આત્યાર સુધીમાં રાજયમાાં‍  9906698 ટેસ્ટ કરવામા આવ્યા છે.

Coronavirus new strain from Britain is how much risky know whether covid 19 vaccine will be capable of treating this pandemic - कितना खतरनाक है कोरोना वायरस का नया स्ट्रेन, क्या वैक्सीन

રાજ્યના‍ જુદા‍જુદા‍ જીલ્લાઓમાં આજની‍ તારીખે‍ કુલ 502650લોકોને કોરેન્ટાઈન કરવામા આવ્યા છે, જે પૈકી 502530 લોકો હોમ કોરેન્ટાઈન છે અને 120 લોકો ફેસીલીટી કોરેન્ટાઈનમા રાખવામા આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.71 છે, જ્યારે રાજ્યની વસ્તિની સરખામણીએ પ્રતિ દિવસ 739.06 ટેસ્ટ રેટ નોંધવામાં આવે છે.

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…