વર્લ્ડકપ 2023/ પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની જીત પાછળ રહેલી છે બે ભારતીયોની મહેનત

ODI ક્રિકેટના ઈતિહાસમાં અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની સૌથી શરમજનક હાર પાછળ બે ભારતીય ચહેરા

Sports
AFG Vs PAK પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની જીત પાછળ રહેલી છે બે ભારતીયોની મહેનત

નવી દિલ્હી: ODI ક્રિકેટના ઈતિહાસમાં અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનની સૌથી શરમજનક હાર પાછળ બે ભારતીય ચહેરા છે. તેમાંથી એક અજય જાડેજા છે, જેના વિશે બધા જાણે છે, જેઓ મેન્ટર બનીને વર્લ્ડ કપ દરમિયાન અફઘાનિસ્તાન ટીમમાં જીતનો જુસ્સો જગાડી રહ્યા છે. અફઘાન ટીમના બેટિંગ કોચ પણ ભારતીય છે. આ વર્લ્ડ કપમાં અફઘાન બેટ્સમેનોની આક્રમક શૈલીમાં મિલાપ મેવાડાનો મહત્વનો રોલ છે.

મિલાપ અને જાડેજાએ અફઘાનિસ્તાન ટીમને બદલવામાં કેવી ભૂમિકા ભજવી છે. ચાલો તમને જણાવીએ, પરંતુ તે પહેલા અમે તમને ODI ક્રિકેટમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મનાવટ વિશે જણાવીએ.

10 ફેબ્રુઆરી 2012ના રોજ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પ્રથમ ODI આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને અફઘાન ટીમને 7 વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ વન-ડે ઈન્ટરનેશનલમાં ઘણી વખત બંને ટીમો એકબીજા સાથે ટકરાઇ પરંતુ દરેક વખતે પાકિસ્તાને તેના પાડોશી દેશ અફઘાનિસ્તાનને માત આપી હતી.

આ વર્ષે 24 ઓગસ્ટના રોજ શ્રીલંકાના હમ્બનટોટામાં ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. જ્યાં અફઘાનિસ્તાને લગભગ શાનદાર બેટિંગ કરીને લગભગ બાજી ફેરવી નાખી હતી. આ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે 300 રન બનાવ્યા પરંતુ બોલર નસીમ શાહની બેટિંગના કારણે પાકિસ્તાન છેલ્લી અણીએ માંડ માંડ આ મેચ જીતી ગયું હતુ.

હવે અત્યાર સુધીની હારનો બધો બદલો અફઘાનિસ્તાને વર્લ્ડકપની મેચમાં પાકિસ્તાનને માત આપીને લઈ લીધો છે. 23 ઓક્ટોબર 2023, એમએ ચિદમ્બરમ ચેન્નાઈના સ્ટેડિયમમાં અફઘાનિસ્તાને તમામ સમીકરણો બદલી નાખ્યા અને પાકિસ્તાનને 6 બોલ બાકી રહેતા 8 વિકેટે પરાજય આપ્યો. 7 મેચ હાર્યા બાદ અફઘાનિસ્તાને આઠમા પ્રયાસમાં 11 વર્ષના ODI ઈતિહાસમાં પહેલીવાર પાકિસ્તાનને માત આપી દીધી છે.

કોઈપણ વર્લ્ડ કપમાં પ્રથમ વખત અફઘાન ટીમે 2 મેચ જીતી છે. 15 ઓક્ટોબરે જ્યારે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું ત્યારે બધા માની રહ્યા હતા કે આ જીત માત્ર એક તૂક્કો છે, પરંતુ 23 ઓક્ટોબરે મળેલી જીતે તમામ ક્રિકેટ નિષ્ણાતોને ચૂપ કરી દીધા છે.

સચિન તેંડુલકર અને શોએબ મલિકે અજય જાડેજાના વખાણ કર્યા

સચિન તેંડુલકર અને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે પણ અજય જાડેજાના વખાણ કર્યા હતા. સચિને ખરેખર X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી, તેમણે લખ્યું – આ વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ ટીમે બેટથી રનિંગ બિટવીન ધ વિકેટ બતાવ્યું છે. આ કદાચ શ્રીઅજય જાડેજાના પ્રભાવને કારણે હોઈ શકે છે.

શોએબ મલિકે સરહદ પાર પાકિસ્તાનમાં પણ અજય જાડેજાના વખાણ કર્યા હતા. મલિકે ‘એ સ્પોર્ટ્સ’ ચેનલ પર કહ્યું – મેં અજય જાડેજાને તેમના ડગઆઉટમાં બેઠેલા જોયા છે. મેં તેમની સાથે 2015 વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ચેનલ માટે કામ કર્યું છે, તેમનું ક્રિકેટિંગ દિમાગ શાનદાર છે.

અજય જાડેજાની તોફાની બેટિંગમાં ઉડ્યું હતું પાકિસ્તાન

અજય જાડેજાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 1996 વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં 25 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. તેમણે વકાર યુનિસની ધોલાઇ કરી નાંખી હતી. આ કારણે તે મેચમાં અજય જાડેજાની ઈનિંગ્સ ખૂબ જ નિર્ણાયક રહી હતી.

એવામાં જ્યારે અફઘાનિસ્તાને 23 ઓક્ટોબરે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે અજય જાડેજા ફરી એકવાર ટ્રેન્ડમાં આવી ગયા હતા. સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ કહેવા લાગ્યા કે અફઘાનિસ્તાને જે રીતે પાકિસ્તાનને હરાવ્યું છે તેની પાછળ અજય જાડેજાનો હાથ છે. જાડેજા ડગઆઉટમાં બેસીને અફઘાન ખેલાડીઓને સતત દિશાનિર્દેશ આપતા રહે છે.

આ પણ વાંચો- અવસાન/ પૂર્વ ભારતીય ખેલાડી બિશન સિંહ બેદીનું નિધન, ક્રિકેટ જગત માટે ખરાબ સમાચાર

આ પણ વાંચો- Worldcup/ અફઘાનિસ્તાને આઠ વિકેટથી જીતી મેચ ,પાકિસ્તાન લગભગ સેમીફાઇનલમાંથી બહાર!