ચક્રવાત બિપરજોય/ હર્ષ સંઘવીએ દ્વારકાના લોકો માટે અનાજનો પુરવઠો સુનિશ્ચિત કર્યો

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે હર્ષ સંઘવીએ જરાય મોડુ ન કરતાં એક્શન મોડમાં આવી ગયાં છે. વાતાવરણને ધ્યાવનમાં રાખીને દ્વારકા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં નાગરિકને અનાજનો પુરવઠો મળી રહે તે માટે આગોતરું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે.

Top Stories Gujarat
Harsh Sanghvi 1 હર્ષ સંઘવીએ દ્વારકાના લોકો માટે અનાજનો પુરવઠો સુનિશ્ચિત કર્યો

બિપરજોય વાવાઝોડાની અસરને પગલે હર્ષ સંઘવીએ Bipperjoy જરાય મોડુ ન કરતાં એક્શન મોડમાં આવી ગયાં છે. વાતાવરણને ધ્યાવનમાં રાખીને દ્વારકા જિલ્લાની સસ્તા અનાજની દુકાનોમાં નાગરિકને અનાજનો પુરવઠો મળી રહે તે માટે આગોતરું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે. જેથી નાગરિકોને ખોરાકને લઈને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

બિપરજોય વાવાઝોડાના પગલે દ્વારકાના દરિયામાં Bipperjoy રવિવારથી જ કરંટ જોવા મળ્યો હતો. વાવાઝોડાની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે ખંભાળિયા આવ્યા હતા. તેમણે દ્વારકામાં અધિકારીઓને અડધી રાતે દોડતા કર્યા હતા. આ દર્શાવે છે કે ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈને ચિંતા વધી રહી છે.

ગઈકાલથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ અનુભવાયો હતો. આ સાથે તમામ દરિયા પણ ગાંડાતૂર બન્યા હતાં. દરિયામાં ભારે તોફાનને લઈને હવે તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. તમામ દરિયાકાંઠે તેમજ ચોપાટીએ Bipperjoy સહેલાણીઓ માટે મનાઈ ફરમાવામાં આવી છે. દ્વારકાના દરિયામાં પણ તોફાન જોવા મળતાં ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે દ્વારકા પહોંચી ગયા હતાં.

ગઈકાલથી જ દ્વારકાના દરિયામાં તોફાન તેમજ કરંટ જોવા મળ્યો હતો. ગૃહમંત્રીએ વાવાઝોડાની સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાત્રે આવતાની સાથે જ અધિકારીઓ સાથે મિટીંગ કરીને આ વાવાઝોડાની અસરને લઈને ચર્ચા કરી હતી. નોંઘનીય છે કે, વાવાઝોડાની અસરને લઈને દ્વારકા જિલ્લાની જવાબદારી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે.

જોકે, પંદર જૂનની બપોર ગુજરાત માટે ભારે રહેવાની શક્યતાઓ Bipperjoy વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની સંભાવના તેમજ દ્વારકાના વાતાવરણને ધ્યાનમાં લઈને નાગરિકોને 16 જૂન સુધી દ્વારકાના પ્રવાસે ન આવવા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે હર્ષ સંઘવીએ નાગરિકોને પૂરતો સહયોગ આપવા માટે પણ અપીલ કરી છે.

 

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ સૌરાષ્ટ્ર-કચ્છમાં કાંઠા વિસ્તારોમાં લોકોના ઘરોમાં ઘૂસવા માંડ્યા દરિયાના પાણી

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ ગુજરાત પર મુસીબત બનીને ત્રાટકી શકે બિપરજોય વાવાઝોડું

આ પણ વાંચોઃ  World Day Against Child Labor 2023/ વિશ્વ બાળ મજૂરી વિરુદ્ધ દિવસનું મહત્વ શું છે, કેમ તેને ઉજવવામાં આવે છે! જાણો

આ પણ વાંચોઃ નિવેદન/ નાથુરામ ગોડસેને ભારતનો સપૂત કહેતા ભાજપને શરમ નથી આવતી- CM ભૂપેશ બઘેલ