માનવતા શર્મસાર/ સુરતમાં માતા-પિતા સાથે સૂતેલી માસૂમને ઉઠાવી ગયો હવસખોર, દુષ્કર્મ આચર્યા બાદ રડતી મૂકી ભાગ્યો

અજાણ્યો શખ્સ માતા-પિતા પાસે સૂતેલી ચાર વર્ષની બાળકીને ઊંચકી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. જે બાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળીને પરિવાર જાગી ગયો હતો

Gujarat Surat
Untitled 130 સુરતમાં માતા-પિતા સાથે સૂતેલી માસૂમને ઉઠાવી ગયો હવસખોર, દુષ્કર્મ આચર્યા બાદ રડતી મૂકી ભાગ્યો

ડાયમંડ સીટી સુરતમાં ફરી એકવાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શહેરના  ઇચ્છાપુરમાં RJD પાર્કમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ હતી. અજાણ્યો શખ્સ માતા-પિતા પાસે સૂતેલી ચાર વર્ષની બાળકીને ઊંચકી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચાર્યું હતું. જે બાદ બાળકીનો રડવાનો અવાજ સાંભળીને પરિવાર જાગી ગયો હતો અને બાળકી લોહીલુહાણ હાલતમાં ચાલતી ચાલતી આવી રહી હતી. પરિવારે તાકીદે બાળકીને સિવિલમાં ખસેડી હતી અને જ્યાં સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકીના પ્રાઈવેટ પાર્ટ અને મોંઢાના ભાગે ઈજા થઈ હતી અને તેની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ ઘટનામાં આરોપીના CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી અજય રાયની ધરપકડ કરી હતી.

આપને જણાવી દઈએ કે, સુરત સિવિલ હોસ્પિટલમાં બળાત્કાર પીડિતાની હાલત અત્યંત ગંભીર છે. હાલ સિવિલના ઓપરેશન થિયેટરમાં સારવાર ચાલી રહી છે. જો કે તબીબોના કહેવા મુજબ બાળકી બેભાન છે. છોકરી પર બીજું ઓપરેશન કરવામાં આવે છે, જેને નાકમાંથી લોહી નીકળવાની ફરજ પાડવામાં આવે છે. બાળકી હજુ બેભાન છે.

CCTVમાં દેખાઈ રહ્યું છે કે દીવાલ કૂદીને હવસખોર બાળકીને નિર્જન જગ્યાએ લઈ જી રહ્યો હતો તો અને હવાસ સંતોષાઈ બાદમાં બાળકીને રડતા મુકીને ભાગી ગયો હતો જ્યારે બાળકી રડતા રડતા પરિવાર પાસે આવી ત્યારે પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા. મૂળ મધ્યપ્રદેશનો એક શ્રમજીવી પરિવાર મજૂરી કરીને ગુજરાન ચલાવે છે, બાળકી સાથે લંપટના આ કૃત્યથી પરિવાર ચોંકી ઉઠ્યો છે.

સંબંધીઓએ 108ને જાણ કરી યુવતીને સારવાર માટે સિવિલમાં લઈ ગયા હતા અને બાદમાં પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો. પોલીસે સીસીટીવીના આધારે ચોરની શોધખોળ શરૂ કરી છે. આ અત્યંત જઘન્ય ઘટનાને લઈને લોકોએ હવાસખોર પર પણ ઉગ્ર હુમલો કર્યો હતો.આરોપીને ઇચ્છાપોર RJD પાર્ક પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે પરિવારનું નિવેદન લઇ પોસ્કો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:થરાદના ખેડૂતોએ  4થી5 વર્ષથી ઉછેરેલા દાડમનાં પાકમાં મોટું નુકસાન

આ પણ વાંચો:બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાનાશ

આ પણ વાંચો:સુરતમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

આ પણ વાંચો:અનૈતિક સંબંધમાં કિન્નર એ યુવકને જીવતો સળગાવ્યો