Gujarat News/ જામનગરમાં લાલપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને વાગી ગોળી

જામનગરમાં લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને અકસ્માતથી ગોળી વાગતા જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
પોલીસ કોન્સ્ટેબલ

Jamnagar News : જામનગરમાં લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને અકસ્માતથી ગોળી વાગતા જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, સોફા પર મૂકેલી લોડેડ રિવોલ્વર અચાનક જમીન પર પડતા સાથળના ભાગે ગોળી વાગી છે. હેડ કોન્સ્ટેબલ મેહુલ ગઢવીએ લાયસન્સવાળી રિવોલ્વર સોફા પર મૂકી હતી. કોન્સ્ટેબલ તેમના બાળકને દવા લગાવતા હતા, દરમિયાન રિવોલ્વર નીચે પડતાં મેહુલ ગઢવીને ગોળી વાગી હતી.

આ સાથે ગોળી કઈ રીતે વાગી તેની લાલપુર પોલીસ દ્વારા સઘન તપાસ ધરવામાં આવી છે. તેમજ તેમને વધુ સારવાર માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાવનગર/પ્રેમિકાએ પ્રેમીની તીક્ષણ હથિયાર વડે કરી હત્યા, કારણ જાણીને તમે રહી જશો દંગ

આ પણ વાંચો:PM Modi/વાઈબ્રન્ટ ગુજરાત સમિટ Live : UAEના રાષ્ટ્રપતિ સાથે PM મોદીનો ભવ્ય રોડ શો

આ પણ વાંચો:Indian Railway Bharti/રેલ્વે ભરતી કેન્દ્ર, પશ્ચિમ રેલ્વે દ્વારા આયોજિત જીડીસી પરીક્ષાના પેપર લીક થવાને લગતા કેસમાં સીબીઆઈએ લગભગ 12 સ્થાનો પર સર્ચ કર્યું